- સુરતથી ઓડિશાના ગંજામ જવા રવાના થઈ ટ્રેન
- સુરતથી ખાલી ટ્રેન મોકલવામાં આવી
- 1200 જેટલા શ્રમિકોને સુરત પરત લાવશે આ ટ્રેન
સુરતઃ સુરત અને આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરી રોજગાર મેળવવા લાખોની સંખ્યામાં દેશભરમાંથી શ્રમિકો આવે છે. કોરોનાકાળમાં સુરતથી લાખો શ્રમિકો પોતપોતાના વતન પહોંચી ગયાં હતાં. તેમાં ઓડિશાના રહેવાસીઓનો સમાવેશ પણ થાય છે. સુરતમાં આશરે 6 લાખ જેટલા ઓરિસ્સાવાસી સમાજના લોકો રહે છે અને અહીં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં આજીવિકા મેળવે છે. ખાસ કરીને પાવરલુમ્સ ઉદ્યોગમાં ઓરિસ્સાવાસી સમાજના શ્રમિક મોટી સંખ્યામાં કાર્યરત હોય છે. પરંતુ કોરોના કાળમાં તેઓ લોકડાઉન દરમિયાન લાખોની સંખ્યામાં સુરતથી પોતાના વતન ઓરિસ્સા ચાલ્યા ગયાં હતાં. પરંતુ ત્યાં રોજગાર નહીં મળવાના કારણે તેઓની સ્થિતિ નથી કે તેઓ ટિકિટ ખરીદી ફરી સુરત આવી રોજગાર મેળવી શકે.
- પાવરલુમ્સના શ્રમિકોને લઈ ટ્રેન સુરત પરત આવશે
શ્રમિકોની આર્થિક કફોડી સ્થિતિના કારણે સુરત ખાતે આવેલી સંસ્થા આજીવિકા બ્યૂરો દ્વારા સ્પેશિયલ ખાલી ટ્રેન સુરતથી ઓરિસ્સાના ગંજામ મોકલવામાં આવી છે. એક ટ્રેન મોકલવા પાછળનો ખર્ચ આશરે 27 થી 28 લાખ સુધીનો છે. સુરતથી ખાલી ગયેલી આ ટ્રેન ગંજામથી આશરે 1200 જેટલા પાવરલુમ્સ ક્ષેત્રમાં કામ કરતાં શ્રમિકોને લઈ સુરત પરત આવશે અને તેઓને સુરત ખાતે રોજગારી મળી શકશે..
- સુરતમાં હાલ શ્રમિકોની અછત
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સુરતમાં કાપડની ડિમાન્ડ વધતાં વેપારીઓ દ્વારા પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ શ્રમિકોની અછતના કારણે ડિમાન્ડ પૂર્ણ કરવાની સ્થિતિ વેપારીઓ નથી. આ જ કારણ છે કે સુરતમાં હાલ શ્રમિકોની વધુ અછત સર્જાઈ છે.
સુરતથી ઓડિશા જવા ઉપડી સાવ ખાલીખમ ટ્રેન, લઇને આવશે 1200 શ્રમિકો
સુરતથી આજે એક ખાલી ટ્રેન ઓરિસ્સા જવા માટે રવાના થઇ છે. 1200 જેટલા પાવર લુમ્સમાં કામ કરતાં શ્રમિકોને સુરત પરત લાવવા માટે આ સ્પેશ્યલ શ્રમિક ટ્રેન સુરતથી બરહમપુર ગંજામ જવા માટે રવાના થઈ છે. લોકડાઉન દરમિયાન પોતાના વતન ગયેલા ગરીબ શ્રમિકો ફરીથી સુરત આવી આજીવિકા મેળવી શકે એ હેતુસર નિશુલ્ક ટ્રેનની વ્યવસ્થા આજીવિકા બ્યૂરો નામની સંસ્થા દ્વારા શ્રમિકો માટે કરવામાં આવી છે.