- સુરતનાં કલાકાર હેમંતી જરદોશે પાણીની ઉપર તથા પાણી નીચે રંગોળી બનાવી છે
- હેમંતીબેને પાણીની ઉપર અમિતાભ બચ્ચનની રંગોળી ખૂબ જ મહેનતને અંતે તૈયાર કરી છે
- પાણી પર બનાવેલી આ રંગોળી 4થી 5 વર્ષ સુધી રહે છે બગડતી નથી
સુરતઃ શહેરમાં અનેક કલાકારો દર વર્ષે પોતાની કળાનો ઉપયોગ કરીને અવનવી રંગોળી બનાવતા હોય છે. ત્યારે શહેરના જાણીતા કલાકાર હેમંતી જરદોશે રંગોળીમાં અવનવા અને ખૂબ જ સુંદર પ્રયોગો કર્યા છે. તેમણે પાણીની ઉપર તથા પાણી નીચે રંગોળી બનાવી છે. સાથે સાથે તેઓ લોકોને આ કળા શીખવી પણ છે. ત્યારે આ વર્ષે હેમંતીબેને પાણીની ઉપર અમિતાભ બચ્ચનની રંગોળી ખૂબ જ મહેનતને અંતે તૈયાર કરી છે. આ સાથે તેમણે પાણીની નીચે શ્રીનાથજી ભગવાન, ચાર્લી ચેપ્લિન, અભિનેતા અમિતાભ બચ્ચનની રંગોળીઓ પણ બનાવી છે. ઉલ્લેખનીય છે કે, આ રંગોળી 4થી 5 વર્ષ સુધી રહે છે અને બગડતી નથી.
આ પણ વાંચો- જામનગરના કલાકારે ઓલમ્પિક વિજેતાઓની બનાવી અદભુત રંગોળી
સમયની સાથે રંગોળીના પણ રૂપરંગ બદલાયા
ભારતીય સંસ્કૃતિ એટલે સદા ઉત્સવ અને કલાપ્રિય દિવાળીએ દીવડાઓના પ્રકાશનો પર્વ છે અને દિવાળી હોય તો ઘરઆંગણે રૂડા રૂપાળા રંગો વડે બનાવેલી રંગોળી પણ હોય જ. આ રંગોળી અથવા સાથિયા અંતરમાં આનંદના રંગ પૂરે છે. સમયની સાથે રંગોળીના પણ રૂપરંગ બદલાયા છે. સુરતમાં ખાસ રંગોળી કલાકાર હેમંતી જરદોશે પાણી રંગોળી બનાવી છે, જે વર્ષો સુધી બગડતી નથી.
આ પણ વાંચો- નડીયાદમાં લોકોને કોરોનાથી જાગૃત કરવા શિક્ષકે 40 ફૂટની રંગોળી બનાવી
પાણીની સપાટી પર રંગોળી બનાવવાની રીત
પાણીની ઉપર જે પાત્રમાં રંગોળી બનાવવી હોય તે પાત્ર તે જ સ્થળે રાખવું. કારણ કે, પછીથી તેને ખસેડી શકાતું નથી. તેમાં લગભગ ઉપરની સપાટી સુધી પાણી ભરી દો. એક લિટરે પાણીમાં 15 ગ્રામ મીઠું નાખવું. પાણી ઉપર ટેલકમ પાઉડર ગરણીની મદદ વડે હળવે હાથે છાટવો અને આ પાઉડરના લેયર ઉપર તમારી મનગમતી રંગોળી જે જમીન પર બનાવો છો. તે જ રીતે બનાવો. બીજી રીતમાં પ્લાસ્ટિકના કાગળને પાણીની સપાટી પર મૂકો જે તરશે જ અને તેની ઉપર મનગમતી રંગોળી બનાવો.