સુરત: સમગ્ર મામલે મેડિકલ ચીફ ઓફિસર અને સુરત મેયરને પણ ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જે અંગે તેઓએ નિવેદન આપ્યું હતું કે પાલિકા રેપિડ ટેસ્ટ માટે આવા કોઈ ચાર્જ ઉઘરાવતી નથી.સુરતના અલગ અલગ ઝોનમાં હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીના પગલે પાલિકા દ્વારા ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યાં છે. જે ધન્વંતરી રથ પર કોઈ પણ લક્ષણ હોય તેવા દર્દીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. પાલિકા દ્વારા આ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે.
જો કે આજ રોજ નાના વરાછા સ્થિત ઢાળ પાસે લોકો પાસેથી રેપિડ ટેસ્ટના 450 રૂપિયા વસૂલવામાં આવતા સ્થાનિક યુવાન અને આપ પાર્ટીના શહેર પ્રવક્તાએ આ ગેરરીતિ ઝડપી પાડી હતી. જ્યાં રેપિડ ટેસ્ટના ઉઘરાવવામાં આવેલ 450 રૂપિયાની પહોંચ પણ લોકોને આપવામાં આવી હતી.