- અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું
- ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સરકાર પાસે માંગ કરવામાં આવી
- માંગ સ્વીકારવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
સુરત: અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ કરી છે. જો 15 દિવસમાં માંગ સ્વીકારવામાં ન આવે તો ભારત હિન્દુ મહાસભાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: સુરતમાં ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગણી લઇને બુધવારે સુરત કલેક્ટર કચેરી ખાતે ભારત હિંદુ મહાસભાના કાર્યકરો એકત્રિત થયા હતા. તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ કરી હતી. આ સાથે જ સરકાર દ્વારા ગાય માટે બનેલી 11 યોજનાઓ બંધ કરવામાં આવેલી યોજના ફરી શરૂ કરવા માંગ કરી હતી. આ તકે, કાર્યકરોએ જણાવ્યું હતું કે, વહેલી તકે તમામ યોજનાઓ ચાલુ થાય તેવી માંગ કરવામાં આવે. જો આગામી દિવસોમાં માંગ ન સ્વીકારવામાં આવે તો ભારત હિન્દુ મહાસભા દ્વારા આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં 24 કલાકમાં 1,350 લોકોનું કોરોના વેક્સિનેશન કરાયું
ભારત હિન્દુ મહાસભા દ્વારા આંદોલનની ચીમકી
ભારત હિન્દુ મહાસભાના કાર્યકર્તા કેતન સોજીત્રાએ જણાવ્યું હતું કે, ગાયને માતા ગણવામાં આવે છે. આથી, ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અગાઉ પણ અનેક સંતો દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ કરાઇ છે. જો અમારી માંગ સ્વીકારવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. તેમજ સરકાર દ્વારા ગાય માટે યોજનાઓ બનાવવામાં આવી હતી તે 11 યોજનાઓ હાલ બંધ કરી દેવામાં આવી છે. તે યોજના પણ ફરી શરૂ કરવામાં આવે તેવી અમે માંગ કરી રહ્યા છે.