ETV Bharat / city

Smc New Building Budget: સુરત મહાનગરપાલિકા દ્વારા 900 કરોડના ખર્ચે નવું વહીવટી ભવન બનાવાશે - સુરત મહાનગર પાલિકા

લાંબા સમયથી સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation) ના નવા ભવનનું નિર્માણ(smc building permission) કરવા માટે 900 કરોડ રૂપિયાના બજેટને (smc new building budget) મંજૂરી આપી છે. આથી આગામી દિવસોમાં 28 - 28 માળની બે ઇમારત તૈયાર કરવાામં આવશે

સુરત મહાનગરપાલિકા દ્વારા 900 કરોડના ખર્ચે નવું વહીવટી ભવન બનાવાશે

author img

By

Published : Nov 21, 2021, 8:44 PM IST

  • સુરત પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં નવા વહીવટી ભવનના કામને સૈધ્ધાંતિક મંજૂરી
  • 28, 28 માળની બે ઇમારતોમાં અન્ય સરકારી કચેરીઓને પણ સમાવી લેવામાં આવશે.
  • દ. ગુજરાતની સૌથી મોટી ઇમારત બનશે

સુરત: રીગરોડ સ્થિત જૂની સબજેલ વાળી જગ્યા પર સુરત મનપા(Surat Municipal Corporation)નું નવું વહીવટી ભવન બનાવવા(smc building permission) માટે 899 કરોડનો અંદાજ જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં મંજૂર(smc new building budget) કરવામાં આવ્યો હતો. મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં આ કામને સૈદ્ધાતિક મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી વહીવટી ભવનનું કામ કાગળીયા પર આગળ વધી રહ્યું હતું. આજે અંદાજ મંજૂર કરતા નવા વહીવટી ભવન બનાવવાનો માર્ગ મોકળો થયો. ઉલ્લેખનીય છે કે ટ્રાફિકની સમસ્યા અને જગ્યાના અભાવને કારણે મુગલસરાઇ સ્થિત મનપાની મુખ્ય કચેરીને અન્ય જગ્યાએ ખસેડવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું હતું. નવા વહીવટી ભવન માટે સરકાર પાસે જગ્યાની માંગણી કરવામાં આવી હોય શહેર ભાજપ પ્રમુખ અને મનપા પૂર્વ મેયર નિરંજન ઝાઝમેરાના કાર્યકાળ દરમિયાન નવા વહીવટી રિંગરોડ સ્થિત જુની સબજેલવાળી જગ્યા મનપાને ફાળવવામાં વિચારણા કરવામાં આવી હતી. જાણતી સંસ્થાઓ પાસેથી વહીવટી ભવનનું મોડલ પણ તૈયાર કરવામાં આવ્યું હતું. મનપા દ્વારા 4 ડિઝાઇનની પસંદગી કરવામાં આવી હતી. તત્કાલિન મુખ્યપ્રધાન આંનદીબેન પટેલના સમયે વહીવટી ભવનનું કામ ઘોંચમાં પડી ગયું હતું.

સુરત મહાનગરપાલિકા દ્વારા 900 કરોડના ખર્ચે નવું વહીવટી ભવન બનાવાશે

સબજેલવાળી જગ્યા પર નવું વહિવટી ભવન
છેલ્લા 5 વર્ષથી કાગળ પર આગળ વધી રહેલા નવા વહીવટી ભવન બનાવવા માટે મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં 899 કરોડનો અંદાજ મંજૂર કરવામાં આવ્યો હતો. જો કે હવે 60 માળની જગ્યા 28- 28 માળની બે બિલ્ડીંગ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એક બિલ્ડીંગમાં મનપાની ઓફિસ ફાળવવામાં આવશે. જાહેર બાંધકામ સમિતિમાં અંદાજ મંજૂર થયા બાદ સ્થાયી સમિતિની બેઠકમાં પણ નવા વહિવટી ભવનના કામને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. સબજેલવાળી જગ્યા પર નવું વહીવટી ભવન બનતા મનપાના કર્મચારીઓ તેમજ કચેરીમાં કામ અર્થે આવતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળી જશે.

ઇમારતમાં 28-28 માળના બે ટાવર હશે
સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ કામને લીલીઝંડી આપતા કહ્યું હતું કે, પહેલા પીપીપી ધોરણે (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) આ પ્રોજેકટ સાકાર કરવાની વિચારણા હતી પરંતુ હવે મનપા દ્વારા જ આ પ્રોજેકટ હાથ ધરવાનું નક્કી કરાયું છે. તેમજ માત્ર મનપાના વિભાગોને બદલે રાજય અને કેન્દ્ર સરકારના વિભાગોનો પણ એક છત્ર નીચે જ સમાવેશ થઇ શકે તેવું આયોજન કરાયું છે. સુરત મનપાના નવા વહિવટી ભવનને આઇકોનિક બનાવવા માટે ખાસ સૂચના અપાઈ હોય, સબજેલની 22,563 ચોરસ મીટર જમીન પર બનનારી આ ઇમારતમાં 28-28 માળના બે ટાવર હશે. બન્નેની ઉંચાઇ 109.15 મીટરની હશે, આ ઇમારત દક્ષિણ ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ હશે અને દેશની સૌથી ઉંચી સિટી ઇમારતોમાં તેની ગણના થશે. તેમજ અહી મોટા પ્રમાણમાં મુલાકાતીઓ આવવાના હોવાથી તેના માટે જરૂરી પાર્કિંગ માટે ભોંયતળિયે ચાર માળનું પાકિંગ તૈયાર કરાશે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીના સૂચન બાદ સુરત મહાનગરપાલિકા ભવન 16 માળની જગ્યાએ બનશે ગગનચુંબી ઇમારત

આ પણ વાંચો: સરપ્રાઇઝ ચેકીંગ : પીએમ મોદી નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે પહોચ્યા, એક કલાક સુધી કાર્યોનું કર્યું નિરીક્ષણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.