સુરત : સુરત શહેરમાં દોઢ વર્ષીય બાળક ખુલ્લી ભૂગર્ભ ટાંકીમાં પડતા (Child Death in Surat) ચકચાર મચી ગઈ હતી. આ દોઢ વર્ષીય બાળક ગતરોજ સાંજના સમય દરમિયાન મકાનની છત ઉપર રમતા રમતા ખુલ્લી ભૂગર્ભ ટાંકીમાં પડી ગયું હતું. પાણીમાં ડૂબી જવાથી (Death of child After Falling Water Tank) બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે અડાજણ પોલીસને જાણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
એકનો એક દીકરો ખોયો પરિવારે - સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા છપ્પનિયા મહોલ્લામાં શ્રમજી પરિવારનો એકનો એક દોઢ વર્ષીય લાડકીય રિયાંશ પોતાના નાના બાળક મિત્રો જોડે મકાનના છત પર રમતા રમતા ખુલ્લી ભૂગર્ભ ટાંકીમાં પડી ગયો હતો. પુત્રને તાત્કાલિક માતા અને તેમના પાડોશી દ્વારા 108 મારફતે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા પુત્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Selfie Video in Surat : સુરતમાં 19 વર્ષીય યુવક સેલ્ફી વિડીયો બનાવતી વખતે જીવન ટુંકાવ્યું, જાણો કારણ...
શું હતો મામલો - દોઢ વર્ષીય રિયાંચની માતા ઘરકામમાં વ્યસ્ત હતી, ત્યારે રિયાંચ સફાઈ કામદારના ઘરના છત પર જઈ રમી રહ્યો હતો. તે સમયે કોઈક રીતે ઘરના ખુલ્લી ભૂગર્ભ ટાંકીમાં પડી ગયો હતો. પરંતુ થોડીક વારમાં માતાએ રિયાંચને અવાજ લગાવતા તે મળી આવ્યો ન હતો. તેથી અંતે તેની (Death of One Half Year Old Child) શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રિયાંચ પોતાના જ મકાનના ખુલ્લી ભૂગર્ભ ટાંકીમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેને માતાએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો : માસૂમના મૃત્યુનું કારણ બન્યા વફાદાર કૂતરાઓ...
પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ - ખાનગી હોસ્પિટલના ડોક્ટર દ્વારા બાળકની તપાસ ભાગ તેને મૃત (Child Death While Playing) જાહેર કર્યો હતો અને એમ કહ્યું હતું કે, બાળકનું ખુલ્લી ભૂગર્ભ ટાંકીમાં પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. મૃતક બાળકના પિતા રાકેશભાઈ પોતાના વતન ગયા હતા અને તેની માતા ભાવનાબેન રિયાંચને લઈને સફાઈ માટે ગઈ હતી. જ્યાં સફાઈ કામદારના ઘરના છત પર રિયાંચ રમવા ગયો હતો. ત્યાં રિયાંચ રમતા રમતા મકાનના ખુલ્લી ભૂગર્ભ ટાંકીમાં પડી ગયો હતો. ટાંકીમાં પાણી હોવાના કારણે રિયાંચ પાણીમાં ડૂબી ગયો હતો. જોકે આ સમગ્ર મામલે અડાજણ પોલીસ દ્વારા અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.