ETV Bharat / city

અપહરણ અને પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો - surat crime branch

સુરત અપહરણ અને પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો તેમજ આરોપી સામે કોર્ટમાંથી CRPC 70 મુજબનું વોરંટ પણ ઈશ્યુ થયું હતું.

અપહરણ અને પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો

author img

By

Published : May 29, 2021, 6:39 AM IST

  • કોર્ટમાંથી તેની પાસે CRPC 70 મુજબનું વોરંટ પણ ઈશ્યુ થયું હતું
  • ઝડપાયેલો આરોપી હાલમાં તે પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો
  • આરોપી સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ફરી રહ્યો છે

સુરતઃ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, અપહરણ અને પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલો આરોપી સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જહાંગીરપુરા સ્થિત જીન પેટ્રોલપંપ પાસેથી વરીયાવ પાસે રહેતા 31 વર્ષીય આરોપી કૃષ્ણાનંદન ઉર્ફે ભૂકંપ બાલચંદ્ર શાહને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચોઃ વ્યાજખોરીના મામલે પેટ્રોલ પમ્પ કર્મચારીનું થયું અપહરણ

અપહરણ અને પ્રોહીબીશનના ગુનામાં આરોપી વોન્ટેડ હતો

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી સામે કોસંબા પોલીસ મથકમાં અપહરણ અને ખંડણી માગવાનો ગુનો નોંધાયો હતો તેમજ અમરોલી પોલીસ મથકમાં બે વખત, કામરેજ અને ઓલપાડ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ હતો. આરોપી વર્ષ 2017માં ચોકબજાર પોલીસ મથકમાં પણ પ્રોહીબીશનના ગુનામાં પકડાઈ ચૂક્યો હતો.

આ પણ વાંચોઃ પ્રેમ લગ્નની અદાવતમાં યુવતીના ભાઈએ દંપતિનું અપહરણ કર્યું, પોલીસે છુટકારો અપાવ્યો

CRPC 70 મુજબનું વોરંટ પણ ઈશ્યુ થયું

વધુમાં ઝડપાયેલો આરોપી હાલમાં તે પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો. કોર્ટમાંથી તેની પાસે CRPC 70 મુજબનું વોરંટ પણ ઈશ્યુ થયું હતું. જો કે, આખરે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.