- અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ડી.આર.બી કોલેજમાં કર્યો વિરોધ
- કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફીસ માંગવામાં આવતી હોવાથી નોંધાવ્યો વિરોધ
- બેથી ત્રણ વખત કોલેજના ટ્રસ્ટી તેમજ પ્રિન્સીપલને કરાઈ હતી રજૂઆત
સુરતઃ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) દ્વારા આજે ગુરુવારે ફરી પાછી સુરતની ડી.આર.બી કોલેજમાં વિરોધ કરવામાં આવ્યો છે. ડી.આર.બી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફીસ માંગવામાં આવી રહી છે. ત્યારે આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજમાં બે થી ત્રણ વાર કોલેજના ટ્રસ્ટી તેમજ પ્રિન્સીપલને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફિશ લેવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ સુરત ABVP દ્વારા VNSGUમાં ફીને લઈને કરવામાં આવ્યો વિરોધ
ABVP દ્વારા ફી બાબતે યુનિવર્સિટીમાં પણ ઘણી વાર રજૂઆત કરી હતી
ABVPએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા જ હાલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીની અંદરમાં આવતી તમામ સંલગ્ન કોલેજોને યુનિવર્સિટી તરફથી ફીસ બાબતે પરિપત્ર આપવામાં આવ્યો હતો, કે હાલ કોરોના મહામારીમાં લોકોના ધંધા-રોજગાર ઠપ્પ છે, જેથી વિદ્યાર્થીઓ પાસેથી જે પણ ફીસ લેવામાં આવે તે ફિસમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમ છતાં યુનિવર્સિટીની કેટલીક કોલેજ દ્વારા યુનિવર્સિટીના આ નિયમનું પાલન કરવામાં આવતું ન હોય એમ જોવામાં આવી રહ્યું છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ પહેલા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને ફીસ બાબતે રજૂઆત કરી હતી. તેમ છતાં કેટલીક કોલેજો દ્વારા હજી પણ વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફીસ લેવામાં આવી રહી છે. યુનિવર્સિટીના કુલપતિ આ વાતથી અજાણ છે અથવા તો તેમને અંધારામાં રાખવામાં આવ્યા છે તેમ લાગી રહ્યું છે. કારણ કે, વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો ડર વિના કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફીસ લેવામાં આવી રહી છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓને ફીસમાં રાહત આપવામાં નઈ આવે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું.
જ્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય નહિ આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રખાશે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રમુખ હિતેશ મીઠા ગીલાતાર દ્વારા જણાવાયું હતું કે, ડી.આર.બી કોલેજ દ્વારા ફીસમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને જબરજસ્તી મેસેજ કરવામાં આવે છે કે તમે ફીસ ભરો નહિ તો તમારું પરીક્ષા ફોર્મ રદ કરવામાં આવશે. જેથી અમે લોકો વિરોધ કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, ડી.આર.બી કોલેજના પ્રિન્સીપાલ મારા હાથમાં કશું જ નથી એમ કહીને વાત ટાળી દિયે છે. હવે જ્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય નહિ આવે ત્યાં સુધી અમે વરોધ કરતા રહીશું. હાલ અમે 25 લોકો બેઠા છીએ જરૂર પડશે તો અમે આવતીકાલે શુક્રવારે વિદ્યાર્થીઓને પણ બોલાવીશું. જ્યાં સુધી અમારી માગ પુરી નઈ થાય ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું.