ETV Bharat / city

સુરતમાં ABVP દ્વારા MTB ARTS કોલેજના પ્રિન્સિપાલને વિવિધ મુદ્દાઓને લઈ કરાઈ રજૂઆત - Principal of MTB ARTS College

સુરતમાં MTB ARTS કોલેજમાં ABVPના કાર્યકર્તાઓએ વિવિધ મુદ્દાઓને લઈ પ્રિન્સિપલની ઓફિસમાં રજૂઆત કરી હતી. જોકે, આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.

સુરતમાં ABVP દ્વારા MTB ARTS કોલેજના પ્રિન્સિપાલને વિવિધ મુદ્દાઓને લઈ કરાઈ રજૂઆત

author img

By

Published : Jun 30, 2021, 6:04 PM IST

  • MTB ARTS કોલેજના પ્રિન્સિપાલને ABVP દ્વારા કરાઈ રજૂઆત
  • વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત
  • વિદ્યાર્થીઓ પાસેથી પેનલ્ટી ફી 2000 રૂપિયા વધારે લેવામાં આવતા હોવાની ફરિયાદ

સુરતઃ શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી MTB ARTS કોલેજ દ્વારા BA-સેમ-1-2ના જે વિદ્યાર્થીઓને એક થી બે વિષયોમાં ATKT હોય તેમને એડમિશન આપવામાં આવતું ન હોવાને લઈ અને જો એડમિશન આપવામાં આવે તો ફી લેવામાં લેટ કરે છે અને પછી વિદ્યાર્થીઓ પાસેથી પેનલ્ટી ફી 2000 રૂપિયા વધારે લેવામાં આવતા હતા. જેથી આવી બધી સમસ્યાઓને લઈને આજે બુધવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા કોલેજના પ્રિન્સિપલને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ(ABVP)ના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થી( Students ) ઓ એક સાથે કૉલેજના પ્રિન્સિપલની ઓફિસમાં ગયા એકઠા થયા હતા જેથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.

સુરતમાં ABVP દ્વારા MTB ARTS કોલેજના પ્રિન્સિપાલને વિવિધ મુદ્દાઓને લઈ કરાઈ રજૂઆત
સુરતમાં ABVP દ્વારા MTB ARTS કોલેજના પ્રિન્સિપાલને વિવિધ મુદ્દાઓને લઈ કરાઈ રજૂઆત

ATKT લાવનારા કુલ 100 થી 150 વિદ્યાર્થીઓ

MTB ARTS કૉલેજમાં BA-સેમ-1-2માં એક થી બે વિષયોમાં ATKT લાવનારા વિદ્યાર્થીઓને BA-સેમ-3માં એડમિશન આપવામાં આવતું નથી. ATKT લાવનાર કુલ 100 થી 150 જેટલા વિદ્યાર્થીઓ છે. આમાંથી જેઓનું BA-સેમ-3માં એડમિશન થઈ ગયું છે તેઓને કોલેજ દ્વારા ફોન ઉપર મેસેજ કરીને તમારી ફી બાકી છે તેમ કહીને 2 હજાર રૂપિયા ફી પેનલ્ટી સાથે ઉઘરાવવામાં આવે છે. એડમિશન સમયે એમ કહેવામાં આવ્યું હતું કે, ઓફિસની બહાર બોર્ડ ઉપર તમારું નામ આવશે ત્યારે તમારે ફી ભરવી. જોકે, આવી બધી સમસ્યાઓને લઈને વિદ્યાર્થી( Students )ઓ એક અઠવાડિયાથી કોલેજના ધક્કા ખાઇ રહ્યા છે. આ સમસ્યાઓને લઈને વિદ્યાર્થીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજના પ્રિન્સિપલને રજૂઆત કરવામાં આવી હતી.

વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત
વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત

આ પણ વાંચોઃ સાત ખાનગી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સની મંજૂરીના સરકારના નિણર્યને ABVPએ અયોગ્ય ગણાવ્યો

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવીને કાર્યકરો અને વિદ્યાર્થીઓ ઓફિસમાં ઘૂસ્યાં

MTB ARTS કોલેજના પ્રિન્સિપલ ભાવનાબેન ચાંપાનેરીયાએ જણાવ્યું હતું કે, આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી. તે રજૂઆત ખોટી રીતે કરવામાં આવી હતી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવીને ઓફિસમાં ઘૂસી ગયા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે, તે સમય દરમિયાન મેં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને સમજાવ્યા કે તમે આ રીતે આટલા બધાએ ઓફિસની અંદર આવવું તે તમારી રીત ખોટી છે. તમે કોઈ સમસ્યા લઈને રજૂઆત કરવા આવી શકો છો, પરંતુ હાલ કોરોના મહામારીમાં તમારે કોરોના નિયમનું પાલન કરવું જોઈએ. તેમજ કહ્યું કે, તમે જે એડમિશનની વાત કરી રહ્યા છે તે એડમિશનની વાત ખોટી છે.

આ પણ વાંચોઃ ABVPએ સુરતની ડી.આર.બી કોલેજમાં ફી મુદ્દે કર્યો વિરોધ

ATKT આવી હોય એવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું નથી

સુરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહામંત્રી હિતેશ ગિલતારએ જણાવ્યું કે, MTB ARTS કોલેજના જે વિદ્યાર્થીઓને BA-સેમ-1-2માં એક કે બે વિષયોમાં ATKT આવી હોય એવા વિદ્યાર્થીઓને SY-સેમ-3માં એડમિશન આપવામાં આવતું નથી. તથા જે વિદ્યાર્થીઓને BA-સેમ-1-2 ક્લિયર છે તથા SY-સેમ-3-4 પણ ક્લિયર છે. તેવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નવા નીતિ-નિયમ મુજબ TY-સેમ-5માં એડમિશન આપવામાં આવતા નથી. તેમજ કહ્યું કે, હા અમારી સાથે 150 જેટલા વિદ્યાર્થીઓ છે અને સાચો આકડો તો કોલેજ દ્વારા જ બહાર પાડવામાં આવશે ત્યારે ખબર પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.