ETV Bharat / city

સ્મીમેર હોસ્પિટલના ચોથા માળે 50 જેટલા ICU બેડ તૈયાર કરાયા

સમગ્ર દેશમાં કોકોનાનો હાહાકાર મચી રહ્યો છે. ત્યારે કોરોના કહેર વચ્ચે રાજય સરકાર તથા મહાનગરપાલિકાના સંયુકત પ્રયાસોથી કોરોનાના દર્દીઓને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે ઝડપથી ઓકિસજન બેડ, ICU, વેન્ટીલેટર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સ્મિમેર હોસ્પિટલના ચોથા માળે 50 જેટલા ICU બેડ તૈયાર કરાયા

author img

By

Published : Apr 22, 2021, 5:38 PM IST

  • 20 જેટલા બેડની સ્થાયી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે
  • કોરોનાની સારવાર માટે 640 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે
  • સ્મીમેર મેડીકલ કોલેજમાં હાલમાં 200 મેડીકલ સીટો ઉપલબ્ધ છે

સુરત: કોરોનાના કહેર વચ્ચે રાજય સરકાર તથા મહાનગરપાલિકાના સંયુકત પ્રયાસથી કોરોનાના દર્દીઓને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે ઝડપથી ઓકિસજન બેડ, ICU, વેન્ટીલેટર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે સુરત મહાનગરપાલિકા હસ્તકની સ્મીમેર હોસ્પિટલમાં અઠવાડિયાના ટૂંકાગાળામાં નેશનલ મેડિકલ કાઉન્સીલ (NMC)ની ગાઈડલાઈન અનુસાર 420 જેટલા બેડની સ્થાયી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સ્મિમેર હોસ્પિટલના ચોથા માળે 50 જેટલા ICU બેડ તૈયાર કરાયા
સ્મિમેર હોસ્પિટલના ચોથા માળે 50 જેટલા ICU બેડ તૈયાર કરાયા

આ પણ વાંચોઃ જૂની પ્રભાત હોસ્પિટલમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

કોરોનાની સારવાર માટે 640 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે

મહાનગરપાલિકાના હાઉસીંગ વિભાગના ડેપ્યૂટી ઈજનેર મેધાવી દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટીલેવલ પાર્કિગ ખાતે કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોનાની સારવાર માટે 640 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નેશનલ મેડીકલ કાઉન્સીલની ગાઈડલાઈન અનુસાર માત્ર અઠવાડિયામાં ગ્રાઉન્ડ ફલોર પર 140, પહેલા માળે 140, બીજા માળે 140 મળીને કુલ 420બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સ્મીમેર મેડીકલ કોલેજમાં હાલમાં 200 મેડીકલ સીટો ઉપલબ્ધ છે. ભવિષ્યમાં 250 સીટો થાય તો તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રકચર અત્યારથી જ ઉભુ કરવામાં આવ્યું છે. હાલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે, પણ ભવિષ્યમાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટના વોર્ડ માટે પણ ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચોઃ ગ્રામ્યકક્ષાએ જિલ્લા આરોગ્ય વિભાગ ભાવનગર દ્વારા દર્દીઓ માટે બેડ, હોસ્પિટલની વ્યવસ્થાઓ કરાઈ

'વ્યથા નહી વ્યવસ્થા’નો અભિગમ અપનાવ્યો

મેધાવી દેસાઈએ વધુમાં કહ્યું હતું કે, ચોથા માળે 50 ICUબેડની વ્યવસ્થા યુધ્ધના ધોરણે હાઉસીંગ વિભાગના સ્ટાફ દ્વારા સંસાધનોની મર્યાદા વચ્ચે ઉભી કરવામાં આવી. તેમજ ‘વ્યથા નહી વ્યવસ્થા’નો અભિગમ અપનાવીને દિવસ-રાતની મહેનતના પરિણામે બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.