- કોરોનાના કપરા સમયમાં સુરત AAP લોકોની મદદે
- વિવિધ વોર્ડમાં શરૂ કરાયેલા આઈસોલેશન વોર્ડમાં કરે છે કામ
- ડોક્ટર્સ અને દર્દીઓને પડી રહેલી તકલીફોને દૂર કરવાનું કરે છે કામ
સુરત: શહેર-જિલ્લામાં દિવસે દિવસે કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં એક પછી એક કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ પણ ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે આ કોરોનાગ્રસ્ત દર્દીઓ અને મેડિકલ સ્ટાફની મદદે ઘણી બધી સંસ્થાઓ જોડાઈ છે. હવે સુરતના AAPના કાર્યકર્તાઓ પણ મદદે જોડાયા છે. તેમના દ્વારા મેડિકલ સ્ટાફ કે પછી દર્દીઓને જરૂર પડતી સેવાઓ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સુરતની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 55થી 60 ટન ઓક્સિજનનો થઈ રહ્યો છે વપરાશ
સુરતની સૌથી નાની વયની કોર્પોરેટર દર્દીઓની મદદે
સુરતમાં જેમ-જેમ કોરોનાના કેસ વધી રહ્યા છે. તેમ સુરતની હોસ્પિટલો પણ હાલ એક પણ બેડ ખાલી જોવામાં આવી રહી નથી. ત્યારે સુરત શહેરમાં ઠેર-ઠેર સામાજિક અગ્રણીઓ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ ખોલવામાં આવી રહ્યા છે. જેમ જગ્યાઓ હોય, તેમ બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે જ રીતે સુરતની સૌથી નાની વયની કોર્પોરેટર પાયલ સાકરીયા દ્વારા પણ પોતાના વૉર્ડમાં જઈને કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદ કરવામાં આવી રહી છે અને સ્ટાફને પણ મદદ કરાઈ રહી છે.
આ પણ વાંચો: સુરતમાં સામાન્ય લોકોની સાથે કોરોના વોરિયર્સ પણ સંક્રમિત
કોરોનાના વિકટ સમયે રાજ્ય સરકાર ફેઈલ થઇ ગઈ છે
AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં હાલ કોરોનાના કેસ વધતા સરકારી અને બિનસરકારી હોસ્પિટલોમાં પૂરતા બેડની પણ વ્યવસ્થા નથી.બધુ જ ભરાઈ ગયું છે. ત્યારે શહેરના સામાજિક અગ્રણીઓ દ્વારા સેવા આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં સરકાર ફેઈલ થઇ ગઈ છે. જો રાજ્ય સરકારે પૂરતા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરી હોત, તો આજે આ સમય જોવામાં આવતો નહિ. વેન્ટિલેટેર, બેડ, ઓક્સિજનનો અભાવ જોવામાં આવી રહ્યો છે. આ જ રીતે શહેરમાં 24 કલાક સેવાઓ માટે AAPના કાર્યકર્તાઓ મદદે જોડાયા છે. જે જરૂર પડશે તે તમામ કામ કરશે.