- મનપાની સ્થાયી સમિતિની મીટિંગ દરમિયાન શાસકો સામે ઉગ્ર વિરોધ
- ટેન્ડર્સની વહેંચણીમાં ભ્રષ્ટાચારની નીતિ અપનાવાયાની શંકા
- સગાવ્હાલાને લાભ અપાવવાની નીતિ હોવાનો આક્ષેપ
સુરત: મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતાએ પત્રકાર પરિષદ યોજી પાર્કિંગ મુદ્દે ભાજપ સાશકો સામે ભ્રષ્ટાચારના આરોપ મુક્યા છે. ટેન્ડર વગર પાર્કિંગનો કોન્ટ્રાકટ ભાજપ સાશકોએ પોતાના મળતિયા અને સંબંધીઓને આપ્યો હોવાના આરોપ લગાવ્યો છે. પાર્કિંગની ટેન્ડર પ્રક્રિયા ફરી કરવા માંગ કરી છે. જો રિ-ટેન્ડરિંગ નહીં થાય તો પાર્કિંગની જગ્યા પર આપના પદાધિકારીઓ જાહેર જનતા માટે પાર્કિંગની ખુલ્લી જગ્યા મૂકી દેશે. જે માટે ભાજપ સાશકો જવાબદાર રહેશે. આમ આદમી પાર્ટીના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ ચીમકી ઉપચારી છે.
સત્તાધિશો પદાધિકારીના કોઈ સગાવ્હાલા એમની સાથે ભાગીદારી
લિંબયાત ઝોનનું આ ટેન્ડર છે અને આ ટેન્ડર પીપી 8માં ઉમરવાળાનું ટેન્ડર, જે એડી એન્ટરપ્રાઇઝ નામના એજન્સીને આપવામાં આવ્યું છે. ભાજપના સત્તાધિશોમાંથી એક સત્તાધિશ પદાધિકારીના કોઈ સગાવ્હાલા એ એમની સાથે ભાગીદારી કરી છે.