- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સવારે 8 કલાકે સુરત આવી પહોંચ્યા
- અરવિંદ કેજરીવાલ સહિત AAPનાં ધારાસભ્યો પણ સુરત મુલાકાતે આવ્યા
- સર્કિટહાઉસ ખાતેની બેઠક બાદ બપોરે રોડ શો, સાંજે જાહેર સભાનું આયોજન
સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ ફરી 27 બેઠકો મેળવનાર અને ભાજપની ચિંતા વધારનાર આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ તેમની પાર્ટીના અન્ય ધારાસભ્યો સાથે સુરત આવી પહોંચ્યા છે. જે પૈકી ઋતુ રાજ ગોવિંદે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રજા સમક્ષ મૂકવામાં આવેલા ગેરેન્ટી કાર્ડ ચોક્કસથી આમ આદમી પાર્ટી પૂર્ણ કરશે. ગુજરાતમાં એક વિકલ્પ તરીકે લોકોએ આમ આદમી પાર્ટીની પસંદગી કરી છે.
દિલ્હી કરતા પણ ગુજરાતમાં સારો વિકાસ કરાશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી લોકો માટે કામ કરી રહ્યું છે; તેના કરતા પણ ઘણું સારું કામ ગુજરાતમાં આમ આદમી પાર્ટી કરીને બતાવશે. કારણ કે દિલ્હી હાલ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, પરંતુ ગુજરાત સ્વતંત્ર રાજ્ય હોવાના કારણે અહીં આમ આદમી પાર્ટી સારી રીતે કામ કરી શકશે.
વધુ વાંચો: અરવિંદ કેજરીવાલને વધાવવા સુરત એરપોર્ટ પર કાર્યકરોનું ઘોડાપુર ઉમટ્યું