- AAPને મળી 27 બેઠકો
- વિજય સરઘસ કાઢવામાં આવ્યું
- ભાજપના 93 ઉમેદવારે જીત હાંસલ કરી
સુરત: જિલ્લામાં 30 વોર્ડ માંથી 120 જેટલાં ઉમેદવારોમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 93 જેટલાં ઉમેદવાર ભાજપની પેનલે જીત હાંસલ કરી ત્યારે 27 જેટલાં ઉમેદવારોએ આમ આદમી પાર્ટીમાંથી વિજય થઈને સુરતમાં અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર 27 સીટો ઉપર આમ આદમીએ વિજય મેળવ્યો છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ સુરતમાં ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. તે રેલીની અસર મંગળવારે જોવા મળી રહી હતી અને 27 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો.
વિજય મેળવ્યા બાદ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું
વિજય મેળવ્યા બાદ આ 27 ઉમેદવારોએ એક ભવ્ય રેલી કરી હતી. આ રેલીમાં સૌથી પહેલા સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે જઈ ફુલ હાર ચડાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ 27 સીટ ઉપર વિજય મેળવ્યા બાદ ડી.જે. અને ઢોલ-નગારા સાથે ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો.