ETV Bharat / city

Aam Aadmi Party Protest at surat: સુરતમાં AAPના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત - કમલમ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો

હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સુરત (aam aadmi party workers surat) કલેક્ટર કચેરી ખાતે અસિત વોરાના રાજીનામા (asit vora resign)ની માંગ કરતા પહોંચ્યા હતા, જ્યાં પોલીસે તમામની અટકાયત કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર ઓફિસ (collector office surat) ખાતે આવેદનપત્ર આપે તે પહેલા જ પોલીસે ધરપકડ કરી હતી.

Aam Aadmi Party Protest at surat: સુરતમાં AAPના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત

author img

By

Published : Dec 23, 2021, 5:35 PM IST

સુરત: સુરત કલેક્ટર કચેરીમાં પેપર લીક (GSSSB Head Clerk Paper Leak 2021) મામલે અસિત વોરાના રાજીનામા (asit vora resign)ની માંગે સાથે પહોંચેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ (aam aadmi party workers surat) અને પોલીસ વચ્ચે માથાકૂટ થતા પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવેદન આપે તે પહેલા અટકાયત કરવામાં આવી હતી. પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કલેક્ટર ઓફિસ (collector office surat) ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા, ત્યારે પોલીસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જબરજસ્ત હોબાળો થયો હતો.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અંદર જવા દેવામાં ન આવ્યા

પાટીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ જબરજસ્ત સૂત્રોચ્ચાર કર્યા.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપે તે પહેલા જ પોલીસે ધરપકડ કરતાં ભારે હોબાળો મચ્યો હતો. જિલ્લા સેવા સદનના ગેટ પર જ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પોલીસની સામે પણ રજૂઆત કરી હતી, પરંતુ તેમને અંદર ન જવા દેવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચોર છે, આ પ્રકારના સતત નારાઓ લગાડવામાં આવ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વિરોધમાં આમ આદમી પાર્ટીએ જબરજસ્ત (Aam Aadmi Party Protest at surat) સૂત્રોચ્ચાર કર્યા.

ગાંધી પ્રતિમાં ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે

સુરત કલેકટરને 3 મુદ્દાઓ સાથે આવેદન આપવાનો કાર્યક્રમ ગોઠવામાં આવ્યો હતો.

આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે આવેદનપત્ર આપ્યા બાદ ગાંધી પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શન કરશે. જો કે ગાંધી પ્રતિમા ખાતે પણ પોલીસ વાન સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જિલ્લા સેવા સદન ખાતેથી ધરપકડ થવાને કારણે આમ આદમી પાર્ટીના નેતા પહોંચ્યા નહોતા. જબરજસ્તી ટીંગાટોળી કરીને તમામ મહિલા કાર્યકર્તાઓને લઈ જવામાં આવી હતી. તેમજ પોલીસ દ્વારા ઘસડીને અમારા કાર્યકર્તાઓને પોલીસવાનમાં રાખવામાં આવી રહ્યા છે, તેવું આમ આદમી પાર્ટી મીડિયા કન્વીનર (aam aadmi party media convener) આર.કે. સોનેપરાએ જણાવ્યું હતું.

3 મુદ્દે આવેદન આપવા પહોંચ્યા હતા

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવેદન આપે તે પહેલા અટકાયત કરવામાં આવી હતી.

આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટરને 3 મુદ્દાઓ સાથે આવેદન આપવાનો કાર્યક્રમ ગોઠવામાં આવ્યો હતો. એમાં સૌથી પહેલો મુદ્દો હતો કે અસિત વોરા સહિત પેપર લીકમાં જે ભાજપના કાર્યકર્તાઓ છે એમને કડકમાં કડક સજા થાય અસિત વોરાનુ રાજીનામું લેવામાં આવે, જે કોઈ IAS કે IPS અધિકારી નથી, ભાજપ પ્રેરિત વ્યક્તિ છે તેમનું રાજીનામું લેવામાં આવે. બીજી માંગ એ હતી કે અત્યાર સુધીની પરીક્ષાઓમાં કોઈ વિદ્યાર્થી પીડિત છે તેમને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે. ત્રીજી માંગે એવી હતી કે કમલમ ખાતે જે બનાવ બન્યો છે એમાં જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ (aam aadmi party workers at kamalam)ને ખોટી રીતે મારવામાં આવ્યા છે તેની તટસ્થ તપાસ થાય અને દરેક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. અહીં ભાજપ પ્રેરિત પોલીસ કર્મચારીઓએ આમ આદમી પાર્ટી સાથે દાદાગીરી કરી અને આવેદન આપવા નહીં દે અને તેમણે લોકશાહીનું હનન કર્યું છે. વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિત બધા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે, પરંતુ જે અટકાયત કરેલા કાર્યકર્તાઓ છે તેઓ પોલીસ સ્ટેશનોમાં પણ આમરણ ઉપવાસ કરશે.

આ પણ વાંચો: Resign Asit Vora: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ શરૂ, અસિત વોરા બોલ્યા - હું તો ઓફિસે જ છું

આ પણ વાંચો: Jitu Vaghani on Rajkot Visit: શાળાઓમાં વાલીઓના બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.