- પત્ની અને પુત્રીને સાસરીમાં છોડી પરત ફરી યુવકે આપઘાત કર્યો
- યુવક કિરણ જવેલર્સમાં નોકરી કરતો હતો
- લોકડાઉનના કારણે નોકરી છૂટી ગઈ હતી
સુરત:સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પઠાણી ઉઘરાણીથી કંટાળી 25 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ખાનગી ફાયનાન્સ કંપનીઓ પઠાણી ઉઘરાણી કરી જેલમાં નખાવી દેવાની ધમકી આપતા હતા. ફાયનાન્સ કંપનીના ધમકીથી કંટાળી યુવકે આપઘાત કર્યો હોવાના પરિવારના આક્ષેપ કર્યા છે.
ફાઈનાન્સ કંપનીઓની હેરાનગતિથી કંટાળી કર્યો આપઘાત
સુરત શહેરના અડાજણ પાલનપુર જકાત ખાતે રહેતો 25 વર્ષીય વિજય લખારાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પરિવારે આક્ષેપ કર્યા છે કે, ફાઈનાન્સ કંપનીઓ દ્વારા વિજય પાસે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને વિજયને જેલમાં નાખવાની પણ ધમકી આપતા હતા જેના કારણે વિજયે કંટાળીને ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો : અમદાવાદમાં વ્યાજખોરે જાનથી મારી નાખવાની ધમકી આપતા દલાલે નોંધાવી ફરિયાદ
લોકડાઉન આવતા નોકરી છૂટી ગઈ હતી
વિજય લખારાના પરિવારમાં પત્ની અને પુત્રી છે. વિજય લોકડાઉન પહેલા કિરણ જ્વેલર્સમાં નોકરી કરતો હતો લોકડાઉન દરમિયાન નોકરી છૂટી જતા આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બની ગઈ હતી. મૃતક વિજયના લખારાના ભાઈ નિખિલ લખારાએ ફાઈનાન્સ કંપનીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ફાઈનાન્સ કંપનીઓ વિજયને વધુ હેરાનગતિ કરતા હતા.
આ પણ વાંચો : વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરનારા યુવકની અંતિમ વિધિ કરવામાં આવી
પિતાના ઈલાજ માટે લીધી હતી લોન
વિજયના પિતાને કેન્સર હોવાથી પૈસાની જરૂરત પડી હતી વિજય અલગ અલગ કંપનીઓ પાસેથી પૈસા લીધા હતા. લોકડાઉન પહેલા સમય પર હપ્તો પણ ચૂકવતો હતો પરંતુ લોકડાઉન આવી જતા વિજયની નોકરી છૂટી ગઈ હતી અને હપ્તા ભરવામાં મુશ્કેલીઓ પડી હતી. હપ્તાની વસૂલી માટે ફાઈનાન્સ કંપનીઓ દ્વારા વિજયને હેરાનગતિ કરવામાં આવતી હતી સાથે જ તેને જેલમાં નાખવાની ધમકી આપતા હતા જેથી વિજય કંટાળીએ આપઘાત કર્યો હતો.