ETV Bharat / city

બળજબરી પૂર્વક શારીરિક સંબંધની માગ કરાતા મહિલાએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો - ગુજરાતમાં ક્રાઇમની ઘટના

સુરતના પુણા ગામ વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલી યુવકની હત્યા મામલે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી મહિલા આરોપીની ધરપકડ કરી છે. પર્વત પાટિયા નજીક આવેલા ફ્લાયઓવરબ્રિજ નીચેથી યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી.

Surat Crime news
બળજબરી પૂર્વક શારીરિક સંબંધની માંગ કરતા મહિલાએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો
author img

By

Published : Oct 6, 2020, 5:49 PM IST

સુરત : પુણા ગામ વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલી યુવકની હત્યા મામલે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી મહિલા આરોપીની ધરપકડ કરી છે. શહેરના પર્વત પાટિયા ફ્લાયઓવર બ્રિજ નીચે જ રહેતી અને યુવક સાથે પ્રેમ સંબંધમાં રહેલી ગીતા નામની મહિલાએ આ યુવકની હત્યા કરી હોવાનું તપાસ દરમિયાન ખુલતા પોલીસે તેની ધરપકડ કરી હતી. યુવકે શારીરિક સંબંધ બાંધવા માટે મહિલા જોડે બળજબરી કરતા તેણીએ નાછૂટકે આ પગલું ભર્યું હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

બળજબરી પૂર્વક શારીરિક સંબંધની માંગ કરતા મહિલાએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો

સુરત પર્વત પાટિયા વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા યુવકની બે દિવસ અગાઉ ફ્લાયઓવર બ્રિજ નીચેથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પુણાગામ પોલીસે ઘટનાસ્થળે દોડી ગઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી.

પુણાગામ પોલીસ દ્વારા ફ્લાયઓવર બ્રિજ નીચે રહેતા લોકોની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જે દરમિયાન મૃતકની ઓળખ ગણેશ ઉર્ફે રૂપેશ સિંધી તરીકે થઈ હતી. પુણાગામ પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક ગણેશ નજીકમાં જ ફ્રૂટની લારી ચલાવતો હતો. ગણેશને ફ્લાય ઓવરબ્રિજ નીચે રહેતી ગીતા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. 2 ઑક્ટોબરના રોજ ગણેશ દ્વારા ગીતાને ઓવરબ્રિજ નીચે તેની પાસે બોલાવી હતી. રાત્રીના દસ વાગ્યાના અરસામાં ગણેશ દારૂના નશામાં ધૂત હતો અને ત્યારબાદ મળવા માટે આવેલી ગીતા જોડે શારીરિક સંબંધ બાંધવા તેણે બળજબરી કરી હતી. જેથી ગીતાએ ફ્લાય ઓવરબ્રિજના પિલર સાથે ગણેશનું માથું અથડાવી હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટના પર પડદો પાડવા ગીતાએ લોહીના ધબ્બા પણ સાફ કરી નાખ્યા હતા. જો કે, પુનાગામ પોલીસની તપાસમાં હત્યાનો આ ભેદ ઉકેલાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, યુપીના હાથરસમાં યુવતી જોડે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી; જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ત્યારે સુરતના પુનાગામ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોતાની સાથે બળજબરી શારીરિક સંબંધ બાંધવા પ્રયાસ કરી રહેલા શખ્સને મહિલાએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે મહિલાએ પોતાના સ્વબચાવમાં આ પગલું ભર્યું હોવાની વાત સામે આવી રહી છે. જો કે, હાલ પુનાગામ પોલીસે હત્યાની આ ઘટનામાં મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.