ETV Bharat / city

સુરતની એક શાળામાં ઓફલાઈન શિક્ષણ કરાવાતું હોવાનો વીડિયો વાઇરલ, DEO કરશે તપાસ

સુરતની વધુ એક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી સરકારના નિયમ વિરુદ્ધ કાર્ય કરવામાં આવી રહ્યું હતું. આ પહેલા પણ શહેરની ગજેરા સ્કૂલ દ્વારા સરકારના નિયમના ધજાગરા ઉડાવામાં આવ્યા હતા.

સુરત
સુરત
author img

By

Published : Aug 13, 2021, 9:10 PM IST

  • લીટલ સ્કાય બર્ડ શાળામાં શરુ કરાયુ ઓફલાઈન શિક્ષણ
  • ધોરણ 3, 4ના વિદ્યાર્થીઓ હોવાની શક્યતા
  • જિલ્લા શિક્ષણ અધિકારીએ કમિટી બનાવી કરાવી તપાસ

સુરત: ભેસ્તાન વિસ્તારમાં આવેલી લીટલ સ્કાય બર્ડ સ્કૂલ દ્વારા પોતાની મનમાની કરવામાં આવી છે. સ્કૂલ દ્વારા ધોરણ-5,6 તથા 7માં ધોરણના વિદ્યાર્થીઓને શાળામાં બોલવામાં આવતા હતા. ત્યાંનો એક વીડિયો બહાર આવ્યા બાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા હતા. જોકે, ત્યાર બાદ શાળાના સંચાલકો તરત સ્કૂલ બંધ કરી દીધી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓને એક બેંચ પર એક જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આ વીડિયોમાં ખુબ જ નાના બાળકો પણ દેખાય રહ્યા છે માટે ધોરણ 5, 6, 7 નહિં પરંતુ ધોરણ 3, 4ના વિદ્યાર્થીઓ હોવાની શક્યતા છે.

સુરતની એક શાળાના ઓફલાઈન શિક્ષણનો વીડિયો આવ્યો બહાર

બે દિવસ પેહલા DEO દ્વારા ગજેરા સ્કૂલને દંડ કરવામાં આવ્યો

ભેસ્તાન વિસ્તારમાં આવેલી લીટર સ્કાય બર્ડ સ્કૂલ દ્વારા પોતાની મનમાની કરી ધોરણ 5, 6, 7ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી ઑફલાઇન શિક્ષણ આપવામાં આવતું હોય તેવો વીડિયો સામે આવ્યા બાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને છોડી મુકવામાં આવ્યા હતા. આ પહેલા પણ ગજેરા સ્કૂલનો પણ એક વીડિયો વાઇરલ થયા બાદ DEO દ્વારા સ્કૂલને 10,000નો દંડ કરવામાં આવ્યો હતો.

સુરત
શાળાનો વીડિયો આવ્યો બહાર
સુરત
ધોરણ 3-4 ના વિદ્યાર્થીઓ પણ હોવાની શક્યતા

આ પણ વાંચો- સુરતની ગજેરા સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

શિક્ષણ અધિકારી દ્વારા કરાવવામાં આવી તપાસ

આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી એચ.એચ. રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વીડિયો બહાર આવ્યા બાદ તરત એક કમિટીને ત્યાં મોકલી આપવામાં આવી હતી. કમિટીએ આપેલી માહિતી અનુસાર, આ શાળા નહિં કોચિંગ કલાસીસ હતી. પરંતુ આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, બાળકો ખુબ નાના છે, તેની પણ તપાસ કરવામાં આવશે. હાલ સ્કૂલ બંધ છે, પરંતુ શાળાના સંચાલકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ જ વીડિયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.