ETV Bharat / city

સુરતમાં તલવાર વડે કેક કાપી બુટલેગરનો Birthday celebrations કરતો વીડિયો વાયરલ - Birthday celebrations in Surat

સુરતમાં એક બાદ એક જાહેરનામાનો ભંગ કરી બર્થ ડે સેલિબ્રેશન કરતા હોવાના વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક બુટલેગરનો બર્થ ડે સેલિબ્રેશન કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. શહેરના લાલ ગેટ વિસ્તારમાં માથાભારે શખ્સ તલવારથી કેક કાપી ડીજે પર ડાન્સ કરી કાયદાનું ઉલ્લંઘન કરી પોલીસને પડકાર આપી રહ્યા છે.

Birthday celebrations in public
Birthday celebrations in public
author img

By

Published : Jun 8, 2021, 7:00 PM IST

  • માથાભારેની છબી ધરાવનારા થયા હતા મોટી સંખ્યામાં ભેગા
  • DJ વગાડી કરવામાં આવી જન્મદિવસની ઉજવણી
  • જુગારની ક્લબ ચલાવનારા પણ દેખાય વીડિયોમાં
  • અક્રમ નામના શખ્સનો હતો બર્થ ડે

સુરત : શહેરના શાહપોર વિસ્તારમાં માથાભારે શખ્સો બર્થ ડે પાર્ટીની ઉજવણી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં માથાભારે શખ્સ તલવાર- છરી વડે કેક કાપી DJ પર ડાન્સ કરી બર્થ ડે પાર્ટીની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ સુરતમાં જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં જન્મદિવસની ઉજવણી થઇ રહી છે. ભૂતકાળમાં અનેક વીડિયો વાયરલ થઇ ચુક્યા છે. એટલું જ નહી કાયદાનો ભંગ કરતા પોલીસકર્મીઓના વીડિયો પણ સામે આવી ચુક્યા છે, ત્યારે આવો જ એક વધુ વીડિયો સુરતના સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થયો છે. ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું. તેમજ અહી સોશિયલ ડીસ્ટન્સ (Social distance)નો ભંગ પણ ખુલ્લેઆમ થતો જોવા મળે છે.

સુરતમાં એક બુટલેગરે તલવારથી કેક કાપીને તેનો જન્મદિવસ મનાવતો વીડિયો વાયરલ થયો છે

આ પણ વાંચો : અમદાવાદઃ જાહેરમાં તલવાર વડે કેક કાપી ફાયરિંગ કરનારનો વીડિયો વાયરલ, 9 વિરુદ્ધ ગુનો દાખલ

ઉજવણીમાં જુગારની ક્લબો ચલાવતા લોકો પણ હાજર હતા

શાહપોરનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થયો છે. જેમાં અક્રમ નામના માથાભારે શખ્સના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ વીડિયોને લઈને ચર્ચાઓ હતી કે, આ ઉજવણીમાં જુગારની ક્લબો ચલાવતા લોકો પણ હાજર હતા અને આ તમામ લોકોએ આવી રીતે જન્મદિવસની ઉજવણી કરી કાયદાની ધજીયા ઉડાવી હતી. જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો આ વીડિયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : મહિસાગરમાં BJP કાર્યકરની બર્થડે પાર્ટીમાં બીયર સાથે તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ

પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

જાહેરમાં આટલી મોટી ઉજવણી થઇ ગયી હતી. એટલું જ નહી અહી DJ પણ લાવવામાં આવ્યું હતું અને DJના તાલે માથાભારે શખ્સોએ ઉજવણી કરી હતી. તેમ છતાં પોલીસને કોઈ ભનક કેમ ન લાગી, તે પણ એક મોટો પ્રશ્ન છે. સામાન્ય લોકો પાસેથી દંડ વસુલતી પોલીસે અહી કેમ કોઈ કાર્યવાહી ન કરી તેવી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આ વીડિયો વાયરલ થતા પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી પર હાલ માછલા ધોવાઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.