ETV Bharat / city

બારડોલીમાં તાલુકાની 21 અને જિલ્લાની 5 બેઠકો માટે કુલ 274 EVMનો થશે ઉપયોગ - District and Taluka Panchayat elections in Gujarat

બારડોલી તાલુકામાં તાલુકા પંચાયતની કુલ 22 પૈકી 21 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો પર 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે. મંગળવારના રોજ અસ્તાન કન્યા વિદ્યાલયમાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ચૂંટણી અધિકારી અને ઉમેદવારોની ઉપસ્થિતિમાં તમામ EVM સીલ કરવામાં આવ્યા હતા. આ EVM મતદાનના એક દિવસ અગાઉ જે તે મતદાન કેન્દ્ર પર પહોંચાડવામાં આવશે.

કુલ 274 EVMનો થશે ઉપયોગ
કુલ 274 EVMનો થશે ઉપયોગ
author img

By

Published : Feb 24, 2021, 9:03 AM IST

  • કન્યા વિદ્યાલય અસ્તાનમાં EVM કરાયા સીલ
  • મતદાનના એક દિવસ અગાઉ મતદાન કેન્દ્ર પર પહોંચાડવામાં આવશે EVM
  • 28મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ચૂંટણી

બારડોલી: ગુજરાત રાજ્ય સહિત સુરત જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. બુધવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે હવે તંત્રએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

કન્યા વિદ્યાલય અસ્તાનમાં હાથ ધરાઈ સીલિંગ પ્રક્રિયા

સુરત જિલ્લાના બારડોલી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ મંગળવારના રોજ EVM સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કન્યા વિદ્યાલય અસ્તાનમાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં હરીફ ઉમેદવારોની ઉપસ્થિતિમાં આ સીલિંગ કામગીરી કરવામાં આવી હતી.

140 મતદાન કેન્દ્રો પર 274 EVM

બારડોલી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી ખોજ બેઠક પર ભાજપની ઉમેદવાર બિનહરીફ થતાં 21 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જ્યારે તાલુકામાં આવેલી પાંચ જિલ્લા પંચાયત માટે પણ તે જ દિવસે મતદાન યોજાશે. તાલુકામાં કુલ-140 મતદાન કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. દરેક મતદાન કેન્દ્રો પર તાલુકા અને જિલ્લા પંચાયત માટે બે અલગ-અલગ EVM ફાળવવામાં આવશે. આમ કુલ 274 EVMનો ઉપયોગ બારડોલી તાલુકામાં કરવામાં આવશે. જ્યારે જિલ્લા પંચાયતની એક બેઠક દીઠ બે એટલે પાંચ બેઠક માટે કુલ દસ મશીન રિઝર્વ રાખવામાં આવશે. એ જ રીતે તાલુકા પંચાયતની કુલ 21 બેઠકો માટે 42 EVM અનામત રાખવામાં આવ્યા છે.

તાલુકામાં 37 મતદાન કેન્દ્રો સંવેદનશીલ

તમામ EVMમાં ઉમેદવારોના નામ અને ચિન્હ સાથે ઉમેદવારોની સામે EVM સીલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બારડોલી તાલુકામાં કુલ 37 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની જોગવાઈ કરવામાં આવશે. તાલુકામાં 1,20,330 મતદારો મતદાન કરવાના છે. બારડોલી તાલુકામાં 59797 પુરુષ અને 60533 સ્ત્રી મતદારો મળી કુલ 1 લાખ 20 હજાર 330 જેટલા મતદારો જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પર 14 અને તાલુકા પંચાયતની 21 બેઠકો પર 49 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.