સુરત : ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે ETV BHARAT સાથે માણો પોંક વડાનો આનંદ..
ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઘરે બેસીને અતિ સ્વાદિષ્ટ પોંક વડાની મજા માણી પતંગ ચગાવવાનો આનંદ મેળવી શકાય એ માટે ETV Bharat દ્વારા ઉત્તરાયણની વાનગીમાં આ વખતે આપ જાણી શકશો કે, વિશ્વ પ્રખ્યાત અને માત્ર સુરતમાં બનતા પોંક વડા ઘરે કેવી રીતે બનાવી શકાય. બજારમાં મળતા પોંક વડાથી પણ સ્વાદિષ્ટ પોંક વડા ઘરે બનાવવાની ટોપ સિક્રેટ રેસિપી સુરતના પ્રખ્યાત ફૂડ એક્સપર્ટ નિરંજના જોશી અને અમિતા જોશીએ બતાવી છે.
ETV Bharatના દર્શકોને આ ખાસ પોંક વડાની રેસિપી બતાવનારા નિરંજના જોશી પોતે LLBની ડિગ્રી ધરાવે છે, પરંતુ તેમનો રસ અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવવાનો તો આ જ કારણ છે કે, તેમને આજે સુરતના ફૂડ એક્સપર્ટ છે. જુદી જુદી વાનગીને લઇ ત્રણ પુસ્તકો પણ લખી છે અને તેમની સાથે અમિતા જોશીએ પણ પોંક વડાની લજ્જત કેવી રીતે માણી શકાય એ અંગેની તમામ જાણકારીઓ આપી હતી.
દક્ષિણ ગુજરાતમાં ખાસ શિયાળાની ઋતુમાં લીલી જુવારનો પાક થતો હોય છે. જેમાંથી ખેડૂતો ભઠ્ઠા પર શેકીને પોંક બનાવતા હોય છે. અને તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે. જેમાં જુવારના પોંક વડા, પોંક ભેળ સુરત શહેરમાં ખૂબ પ્રખ્યાત છે. જે ખાવામાં ખૂબ મજેદાર હોય છે. શિયાળામાં લીલું લસણ અને લીલી ડુંગળી પણ વધુ પ્રમાણમાં મળતા હોવાથી તેનો પણ પોંક વડામાં ઉપયોગ થતો હોય છે. જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે.
નિરંજના જોશી અને અમિતા જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જો તમને ઉત્તરાયણના દિવસે આગાસી પર પતંગ ચગાવો અને ગરમા ગરમ પોંક વડા ખાવા હોય તો પ્રથમ આ સામગ્રીઓ ઘરમાં એકત્ર કરીને રાખવી જરૂરી છે.
પોંક વડા બનાવવાની સામગ્રી
- 2 કપ ચણા દાળ,
- 1/4 કપ ચણાની દાળનો ગગરો લોટ
- 1 - 1/2 કપ પોંક
- 2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ
- 1 કપ ખમણનો ચૂરો
- 2 ટેબલ સ્પૂન આદુ પેસ્ટ
- 2 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ,
- 2 ટેબલ સ્પૂન લીલા મરચાની પેસ્ટ
- 1/4 ટી સ્પૂન હળદર
- ચપટી હિંગ
- 1 ટેબલ સ્પૂન આખા ધાણા
- 1 ટેબલ સ્પૂન કાળા મરી અધકચરા ક્રશ
- 1 કપ કોથમીર,
- 1/2 કપ લીલુ લસણ
- 1 કપ કાંદા
- 2 ટેબલ સ્પૂન લીલા મરચાં સમારેલા
- 3 ટેબલ સ્પૂન દહીં
- 3 ટેબલ સ્પૂન તેલ
- 1 ટી સ્પૂન બેકિંગ પાઉડર
- 2 ટેબલસ્પૂન લીંબુ નો રસ
- મીઠું પ્રમાણસર
પોંક વડા બનાવવાની રીત
- ચણાની દાળને 6થી 7 કલાક પલાળી અધકચરા વાટો
- વાટેલી દાળમાં દહીં ઉમેરો જે બાદ 4 કલાક આથો લાવો
- લીલા પોંકને 3થી 4 કલાક પલાળી 3/4 કપ પોંક અધકચરો વાટો
- આથો લાવેલી ચણાની દાળની પેસ્ટમાં બધી સામગ્રી મિક્સ કરીને હૂંફાળું તેલ, બેકિંગ પાઉડર લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો, ગરમ તેલમાં તળો
- તૈયાર વડા લીલી ચટણી કે છાસ સાથે સર્વ કરાય છે. જેમાં લીંબુ મરી, પાલક, તીખી સેવ પણ સાથે સર્વ કરી શકો.
- ઉત્તરાયણ પર ઈચ્છા અનુસાર ગાર્નિશ કરીને ગરમા ગરમ પોંક વડા સર્વ કરવા.
બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા પોંક વડા શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો બનાવી લો તમે પણ પોંક વડા