ETV Bharat / city

હજીરામાં દીપડો દેખાતા ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામજનોમાં ભય

સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં એસ્સાર સ્ટીલ કંપનીની હોસ્ટેલ નજીક રવિવારની મોડી સાંજે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા ફુટપ્રિન્ટના આધારે દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

author img

By

Published : Nov 24, 2020, 8:08 PM IST

હજીરામાં દીપડો દેખાતા ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામજનોમાં ભય
હજીરામાં દીપડો દેખાતા ઔદ્યોગિક વિસ્તાર અને ગ્રામજનોમાં ભય
  • એસ્સાર સ્ટીલ કંપનીની હોસ્ટેલ નજીક દીપડો દેખાયો
  • દીપડાની મુવમેન્ટ જાણવા વન વિભાગે મુક્યા CCTV કેમેરા
  • 7 મોશન ડિટેક્ટર કેમેરા પણ ગોઠવવામાં આવ્યા

સુરત: ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં ફરી એકવાર દીપડો ફરતો દેખાતા સ્થાનિકો અને આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. એસ્સાર સ્ટીલ કંપનીની ખંડેર હોસ્ટેલની નજીક રવિવારની મોડી સાંજે દીપડો સ્થાનિક વ્યક્તિઓના કેમેરામાં કેદ થયો છે. વન વિભાગે દીપડાને પકડવા મારણ સાથે પાંજરું મુક્યુ હતું. દીપડો પાંજરાની નજીક પણ પહોંચ્યો હતો. પરંતુ મારણ કર્યા વગર જ તે ચાલ્યો ગયો હતો. જેથી વન વિભાગને પાંજરાનું લોકેશન બદલવું પડ્યું હતું.

10 જેટલા CCTV કેમેરા તથા 7 મોશન ડિટેક્ટર કેમેરા પણ ગોઠવવામાં આવ્યાહજીરાની સ્ટીલ કંપનીમાં સીસીટીવી કેમેરામાં દીપડા કેદ થયો હતો. દિવાળી પર કેદ થયેલા આ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા અનેક પ્રયાસો કરાઇ રહ્યા છે. વન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ઝાડી વિસ્તારમાં પાંચ પાંજરા મૂકી દેવામાં આવ્યા છે. એ સાથે જ દીપડાની મુવમેન્ટ જાણવા માટે ખાસ 10 જેટલા સીસીટીવી કેમેરા તથા 7 મોશન ડિટેક્ટર કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. ફુટ પ્રિન્ટના આધારે દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવીઅનેક પ્રયાસો બાદ પણ દીપડો હજુ સુધી પકડાયો નથી. આ દીપડો ફરી એક વખત આ જ વિસ્તારમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ પાંજરામાં મુકેલા મારણને અડ્યા વગર જ તે ચાલ્યો ગયો હતો. દીપડો ત્રણ વર્ષનો હોઈ શકે તેવું અનુમાન વન વિભાગ દ્વારા લગાડવામાં આવી રહ્યું છે. તેના ફુટ પ્રિન્ટના આધારે દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.