ETV Bharat / city

અંકલેશ્વરમાં માતાએ આપ્યો ત્રણ બાળકીને જન્મ, ગણતરીના કલાકમાં ત્રણેયનું મોત

અંકલેશ્વરમાં આવેલા નવાકાસીયા રહેતી એક પ્રસુતાએ કસુવાવડમાં ત્રણ દીકરીઓને જન્મ આપ્યા બાદ ત્રણેય માસૂમ દીકરીઓના ગણતરીના કલાકોમાં જ મોત નીપજ્યાંની ઘટના બની છે. જન્મ બાદ ત્રણેય દીકરીઓને શ્વાસમાં તકલીફ અને વજન ઓછું હોવાથી વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ત્રણેય બાળકીનું મોત થયું છે.

અંકલેશ્વરમાં માતાએ આપ્યો ત્રણ બાળકીને જન્મ

author img

By

Published : Feb 27, 2021, 9:50 PM IST

  • અંકલેશ્વરમાં ત્રણ બાળકીનું મોત
  • ત્રણેય બાળકોને શ્વાસ લેવામાં તકલીફ અને વજન ઓછું
  • ગણતરીના કલાકમાં ત્રણેય બાળકીનું મોત
    અંકલેશ્વરમાં માતાએ આપ્યો ત્રણ બાળકીને જન્મ

સુરતઃ અંકલેશ્વર ખાતે આવેલા નવાકાસીયા ખાતે રહેતી ઉષાબેન પ્રેગનેટ હોવાથી તેમને પેટમાં દુખાવો થયો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં ઉષાબેને 3 દીકરીઓને જન્મ આપ્યો હતો. જેથી પરિવારમાં ખુશી છવાઈ હતી, પરંતુ ત્રણેય દીકરીઓને શ્વાસ લેવામાં તકલીફ અને વજન ઓછું હોવાથી કાચની પેટીમાં રાખવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેથી પરિવારે ત્રણેય બાળકીઓને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં સિવિલ ટ્રોમા સેન્ટરમાં ફરજ પર હાજર તબીબોએ ત્રણેય બાળકીઓને મૃત જાહેર કરી હતી. જેથી પરિવારમાં શોક ફેલાયો છે.

નબળી આર્થિક પરિસ્થિતિના કારણે સરકારી હોસ્પિટલમાં સારવાર

આ અંગે મૃતક ત્રણેય દીકરીઓના ફોઈએ જણાવાયું હતું કે, તેમની ભાભી ઉષાબેનના પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. જેથી તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં ઉષાબેને ત્રણ બાળકીને જન્મ આપ્યો હતો. ડૉક્ટરે ત્રણેય બાળકીને શ્વાસમાં તકલીફ અને વજન ઓછું હોવાનું જણાવ્યું હતું. જેથી બાળકીઓને કાચની પેટીમાં રાખવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જેના માટે પ્રતિ એક બાળકીનો 7,500 રૂપિયા જેટલો ખર્ચ કહ્યો હતો. જેથી પરિવારે ત્રણેય બાળકીને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબોએ ત્રણેય બાળકીને મૃત જાહેર કરી હતી.

ગણતરીના કલાકમાં ત્રણેયનું મોત
ગણતરીના કલાકમાં ત્રણેયનું મોત

દિવાળી પહેલાં જ પતિનું મોત નીપજ્યું

તેમણે વધુમાં જણાવાયું કે, ઉષાબેનના લગ્ન 7 વર્ષ પહેલાં થયાં હતા. એક પુત્ર અને સસરા સાસુ સાથે રહેતા હતા, જ્યારે પતિ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પતિ મહેશ પાટડિયાને લીવરની બીમારી હોવાથી ગત દિવાળીના દિવસે તેમનું મોત નીપજ્યું હતું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.