- રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુરતની મુલાકાતે
- સુરત વહીવટી તંત્ર સાથે બેઠક યોજી
- મહિલા બાળ વિકાસ મુદ્દાઓ સહિત યોજનાઓ પર કરી ચર્ચા
સુરતઃ શહેરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય સુરતની મુલાકાતે આવ્યાં હતા. જિલ્લા કલેકટર કચેરી ખાતે સુરત વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. જેમાં મહિલા બાળ વિકાસ મુદ્દાઓ સહિત યોજનાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો.રાજુલ દેસાઈએ વહીવટી તંત્રના અધિકારીઓને મહિલા લક્ષી યોજનાઓની સમીક્ષા કરી હતી.
જાગૃતિના કાર્યક્રમો કરવા માર્ગદર્શન આપ્યું
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મહિલા લક્ષી તમામ યોજનાઓને સાચા અર્થમાં લાભ પહોંચાડવામાં આવે તેમ અધિકારીઓને સૂચન કર્યા હતા. સાથે જ મહિલાઓ સુધી યોજનાઓ પહોંચે તે માટે જાગૃતિના કાર્યક્રમો કરવા માર્ગદર્શન આપ્યું હતું, જેથી તેઓ સાચા અર્થમાં લાભ લઇ શકે અને મહિલા સુરક્ષા અને દીકરીઓ માટે સ્વસ્થ વાતાવરણ બની શકે.
શહેરમાં બનતી દુષ્કમની ઘટનાઓ પર ચર્ચા કરાઈ