- પત્ની સાથે આડા સંબંધના પગલે ખેલાયેલા આ ખૂની ખેલના CCTV ફૂટેજ પણ ધ્રુજાવી દેનારા
- ભરૂચના નર્મદા માર્કેટ ખાતે બની હતી આ ઘાતકી હત્યાની ઘટના
- CCTV ફૂટેજ જોઈ લોકોને કંપારી છૂટી જાય તેવી ક્રૂર હત્યા
ભરૂચ: જિલ્લાના નર્મદા માર્કેટમાં મંગળવારે રાત્રે જાહેરમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા વેપારીને દોડાવીને કરાયેલી કરપીણ હત્યાનો CCTV ફૂટેજ જોયા બાદ લોકોના રૂવાંડા ઉભા થઈ જશે. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારના ડુમવાડ વિસ્તારમાં રહેતો આર્યન હુસેન ઝહિરુદ્દીન મન્સૂરીની તેના જ મિત્ર શેરપુરા ખુશ્બુ પાર્કમાં રહેતા અઝરુદ્દીન આસીફ મન્સૂરીએ બર્બરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. પત્ની સાથે આડા સંબંધના પગલે ખેલાયેલા આ ખૂની ખેલના CCTV ફૂટેજ પણ ધ્રુજાવી દેનારા છે.
આ પણ વાંચો: અમદાવાદ ડબલ મર્ડર કેસ, પુત્રએ માતા અને કાકાની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ
હત્યા બાદ હત્યારો મિત્ર નાસી છૂટ્યો
છરો લઈ પાછળ પડેલા અઝરુદ્દીને 2 થી 3 ઘા માર્યા બાદ આર્યન નર્મદા માર્કેટની LED લાઈટ સર્વિસ વર્કશોપ પાસે પડી ગયો હતો. આર્યન જીવ બચાવવા માટે આજીજી કરતો રહ્યો પરંતુ અઝુરુદ્દીને આર્યનને ઉપરા છાપરી 15 જેટલી વખત છરો શરીરમાં હુલાવી દેતા અંતે તેણે દમ તોડી દીધો હતો.15 વખત છરો મૃતદેહમાં માર્યા બાદ અંતે તેનું ગળું કાપી નાખ્યું હતું. હત્યા બાદ હત્યારો મિત્ર નાસી છૂટ્યો હતો. સ્થળ પર હાજર અન્ય વેપારી અને કારીગરો પણ ભયના માર્યા આર્યનની કોઈ મદદ કરી શક્યા ન હતા. પોલીસે હત્યારા અઝરુદ્દીન આસીફ મન્સૂરીને ઝડપી પાડી તેની પાસેથી હત્યામાં વપરાયેલો છરો કબ્જે લીધો હતો.
આ પણ વાંચો: પરિવારથી અલગ રહેવાની જીદે દિયરે ચપ્પુના ઘા ઝીંકી કરી ભાભીની હત્યા