- સુરતમાં ફરી લાગી આગ
- શૉર્ટસર્કિટને કારણે આગ લાગી
- ફાયર વિભાગે કર્યું રેસ્ક્યૂ
સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં અચાનક મીટર પેટીમાં શૉર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગ લગતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
લોકો જીવ બચાવવા એક ફ્લેટમાંથી બીજા ફ્લેટમાં ગયા
સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં શૉર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જેથી આગના ધૂમાડાઓ ઉપર સુધી આવતા લોકોનો જીવ બચાવા માટે એપાર્ટમેન્ટની બારીઓમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
સુરતમાં આગની અન્ય ઘટનાઓ
સુરતના અશ્વિનીકુમાર રોડ પર આવેલી લબ્ધિ મિલમાં આગ લાગી
સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેની લબ્ધિ કાપડ મિલમાં અચાનક આગ લાગી હતી. જેથી ફાયર વિભાગ દ્વારા આગમાં ફસાયેલા કામદારોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યૂ કરાયેલા કામદારોમાંથી 5 કામદારોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતઃ ફેબ્રિક યાર્ન કંપનીમાં આગ લાગતા 15થી 20 મજૂરો ફસાયા, ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામ ખાતે ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં આવેલા એક કારખાનાની બિલ્ડિંગમાં આગ લાગતા 15 થી 20 મજૂરો અંદર ફસાયા હતા. શહેર ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. માલિકના જણાવ્યાં અનુસાર 5 કરોડનું અંદાજિત નુકશાન થયું હતું.
સુરતમાં ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, કાર્બન મોનોક્સાઈડ ગેસ પ્રસરતા અફરાતફરી
રાજ્યમાં ફરી એક વખત હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના અઠવા ગેટ વિસ્તાર ખાતે આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલના પહેલા માળે આવેલા સર્વર રૂમમાં અચાનક આગ લાગી હતી. જેથી ધુમાડા ફેલાયા હતા. આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ, સ્ટાફ અને ડૉક્ટર્સ સહિત 50થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ જોવા મળી નથી.