- સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ
- ખજોદ ગામથી સુરત સ્ટેશન સુધીમાં કુલ 4 ભૂગર્ભ મેટ્રો સ્ટેશન બનાવાશે
- 2 ભૂગર્ભ મેટ્રો સ્ટેશન ડબલ ડેકર હશે
સુરતઃ શહેરને દેશભરમાં ઝડપથી વિકાસ થતું શહેર માનવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતમાં ખજોદગામથી લઈને સુરત રેલવે સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ થઈ ગઈ છે. મેટ્રો ટ્રેન વર્ષ 2024 સુધી બની જશે અને સુરતના લોકો આ મેટ્રોનો લાભ લઈ શકશે. મેટ્રોની પ્રથમ તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આ લાઈન ખજોદગામથી સુરત રેલવે સ્ટેશન સુધી જશે. ત્યારે આ ખજોદ ગામથી સુરત સ્ટેશન સુધીમાં કુલ 4 ભૂગર્ભ મેટ્રો સ્ટેશનો લાઈન-1 માં 3.5. 3.51 કિ.મી.ના રૂટ પર બનાવવામાં આવી રહ્યા છે. જોકે, તેમાં 2 ભૂગર્ભ મેટ્રો સ્ટેશન ડબલ ડેક હશે. તે છે, એક પ્લેટફોર્મ ડાઉન અને બીજું પ્લેટફોર્મ તેની ઉપર. બંને સ્ટેશન વચ્ચે 6 મીટરનું અંતર રહેશે.
અંદર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવાશે
મેટ્રોની પ્રથમ તબક્કાની લાઈન કુલ 14 સ્ટેશનોમાંથી 10 સ્ટેશનોને ડ્રીમ સિટીથી કાદરશાહની કેનાલ સુધી છે અને ત્યાંથી એટલે ચોકથી સુરત સ્ટેશન સુધી ત્યાં નાની નાની ગલીઓ હોવાના કારણે અહીં અંદર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવામાં આવશે. જેથી ભવિષ્યમાં ઉપર અને નીચે બન્ને જગ્યા ઉપર થનારી ટ્રાફિકને લઈને આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં પણ મસ્કતી અને ભુતેશ્વરી વિસ્તાર ખુબજ સાંકડો હોવાથી ત્યાં ઉપર અને નીચે બંને જગ્યા ઉપર સ્ટેશન બનાવામાં આવશે. આ બંને સ્ટેશનોની અંદર ગ્રાઉન્ડ પોહળાઈ સામાન્ય રીતે 22 મીટરની હોય છે, ત્યારે બે પ્લેટફોર્મ વચ્ચે જગ્યા ન હોવાને કારણે આવી સ્થિતિમાં મેટ્રો અધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, બંને પ્લેટફોર્મ ડબલ ડેક અથવા ડાઉન-અપ દ્વારા બનાવવામાં આવશે. હવે આ બંને મેટ્રો સ્ટેશન ફક્ત 13 મીટરની પહોળાઈમાં બનાવવામાં આવશે. આ બંને પ્લેટફોર્મ વચ્ચેનું અંતર 6 મીટર હશે.
ટનલ બોરિંગ મશીનથી ભૂગર્ભ મેટ્રો સ્ટેશન બનાવવામાં આવશે
સુરતમાં કુલ 4 ભૂગર્ભ મેટ્રો સ્ટેશનો બનશે. એમાં ચોકબજાર, મસ્કતી હોસ્પિટલ, બેનેફેશ્વર અને સુરત રેલવે મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. જેમાંથી મસ્કતી અને ઘાટેશ્વરમાં ડબલ ડેકર પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ટનલ બોરિંગ મશીનથી ભૂગર્ભ મેટ્રો સ્ટેશન બનાવવામાં આવશે. જે માટે ત્રણ ટનલ બોરિંગ મશીન બોલાવાશે. અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન આવતા વર્ષે જાન્યુઆરીથી કાર્યરત થઈ જશે. આ મશીન જમીનની 16 થી 28 મીટરની ડાઈમાંથી આગળ વધશે અને તેને કારણે જમીનનો વ્યાસ 6. 5 મીટર સુધી કાપવામાં આવશે. એ પણ એક દમ ગોળ ત્રિજ્યા વાળું બનેશે. તેનું સ્તર લગભગ એક મીટરનું હશે. આ રીતે ત્રણ મશીનો લગાવામાં આવશે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ટનલ 2023 માં તૈયાર થઈ જશે. તે પછી ટનલની અંદર લાઈન નાખવાનું કામ શરૂ થશે. આ મશીનનું નામ ટી.બી.એમ છે. જે ત્રણ ભાગમાં છે. આગળની દિશામાં એક કટર છે, જેમાંથી ખોદકામ અને કાપવાનું કામ કરવામાં આવશે છે. મશીનનો બીજો ભાગ સપોર્ટ બેલ્ટ છે. જમીનનો ભાગ કટર દ્વારા કાપવામાં આવે છે. તેની ઉપરની બાજુ પ્લેટ મૂકેલી હોય છે. ત્રીજો અને મુખ્ય ભાગ ઇજેક્ટર સિલિન્ડર છે. જલદી જ જમીનનો ભાગ કટર દ્વારા કાપવામાં આવે છે અને આ કાપલી દરમિયાન નીકળેલી માટીને ઝડપથી ઉપરના ભાગે મોકલે છે.
ભૂગર્ભ મેટ્રો સ્ટેશન માટે 1 કિલોમીટરની ટર્નલ બનાવાશે
ભૂગર્ભ મેટ્રો સ્ટેશન બનાવવા માટે 1 કિલોમીટરની ટર્નલ બનાવામાં આવશે. જોકે, તે માટે આજુબાજુમાં ઘણી બિલ્ડિંગો હોવાથી પહેલા આ ભાગનો ભૂ-તકનીકી સર્વે કરવામાં આવશે. આ સર્વે 15 દિવસ સુધી ચાલશે. સર્વે દ્વારા જાણવા મળશે કે, તે બિલ્ડિંગ કેટલી જૂની છે. આ કાર્ય માટે કુલ 120 લોકોની ટીમ હશે, જેમાં તકનીકી નિષ્ણાતો પણ હશે. ભૂગર્ભ કાર્ય શરૂ થયા પછી આ ઇમારતોને શું અસર થશે તેની માટે શું પગલા લેવામાં આવી શકે છે તે આ ટીમો શોધશે. મંગળવારે મેટ્રો રેલ નિગમની ટીમે સુરત રેલવે સ્ટેશન નજીક જીએસએટીસી કચેરીની સામે બનાવવામાં આવનારા સુરત મેટ્રો રેલવે સ્ટેશનનો ભૂ-તકનીકી સર્વે કર્યો હતો. જોકે, સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો, આ અંગે ટીમે કહ્યું કે હાલ અમે ફક્ત સર્વે કરી રહ્યા છીએ.