- તમામ વિજેતા ઉમેદવારોને કામ કરવા આપ્યું પ્રોત્સાહન
- બારડોલીના ટાઉન હોલમાં સન્માન કાર્યક્રમ યોજાયો
- સંગઠનના પદાધિકારીઓનું પણ સન્માન કરાયું
બારડોલી: તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત જિલ્લામાં અને ખાસ કરીને બારડોલીમાં ભાજપે ભવ્ય જીત મેળવી હતી. જેને લઈને, આજે સોમવારે બારડોલી સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિજેતા ઉમેદવારોને સન્માનિત કરવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પણ વાંચો: બારડોલી તાલુકા પંચાયત કોંગ્રેસ મુક્ત, તમામ બેઠકો ભાજપે કબજે કરી
કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ
રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં બારડોલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના વિજેતા ઉમેદવારો માટે કાર્યક્રમ યોજી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ભવ્ય જીત બદલ બારડોલી નગર ભાજપ સંગઠન અને તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ, મહામંત્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સુરત જિલ્લાની તમામ નગરપલિકાઓમાં ભાજપનો ભગવો
આગામી દિવસોમાં કામ કરવા અપીલ
પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, બારડોલી પાલિકામાં 36માંથી 32 બેઠકો ભાજપે મેળવી હતી. જેમાં કોંગ્રેસનો ગઢ સમાન વોર્ડ નંબર 9 પણ કબ્જે કર્યો હતો. જ્યારે, જિલ્લા પંચાયતની 5 બેઠક પર જીત મેળવી પરંતુ, સુરાલી જિલ્લા પંચાયત બેઠક પણ 15 વર્ષ બાદ ભાજપે કબ્જે કરી છે. તાલુકા પંચાયતમાં પણ ભાજપે કોંગ્રેસનું ખાતું ખોલાવ્યા વગર 22માંથી 22 બેઠકો પર જીત મેળવી હતી. વધુમાં કહ્યું હતુ કે, આગામી દિવસોમાં 16 તારીખે નગરપાલિકા અને 17મીએ તાલુકા પંચાયતમાં પ્રમુખ તેમજ સમિતિ ચેરમેનોના પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવે તો સૌએ એને સ્વીકારી પક્ષના શિસ્તમાં રહી, આગામી દિવસોમાં કામ કરવા અપીલ કરી હતી.