સુરતમાં રિસ્ટ વોચની દુકાન પર દરોડાનો મામલો
61 લાખ રૂપિયાની બ્રાન્ડેડ કંપની ડુપ્લિકેશન વોચનો જથ્થો જપ્ત
પોલીસ કર્મચારીઓ પર 8.50 લાખનો તોડ કર્યો હોવાનો દુકાનદારનો આક્ષેપ
સુરત શહેરમાં 12 ડિસેમ્બરના રોજ મહિધરપુરા પોલીસે રિસ્ટ વોચની દુકાન પર દરોડા પાડ્યા હતા. જેમાંથી 61 લાખ રૂપિયાની બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેશન વોચનો જથ્થો જપ્ત કર્યા હતો. આ પ્રકરણમાં પોલીસ ઉપર ગંભીર આરોપ મુકવામાં આવ્યા છે.રેડ કરનારા પોલીસ કર્મચારીઓએ મામલો દબાવવા માટે રૂ. 8.50 લાખનો તોડ કર્યો હોવાનો દુકાનદારે ગંભીર આક્ષેપ કર્યો છે.આરોપ બાદ ઉચ્ચ અધિકારીઓ ફરિયાદ કરાતા એસીપીને ઇન્કવાયરી સોંપાવામાં આવી છે.
12 લાખની માંગણી કરવામાં આવી હતી અંતે પોલીસ દ્વારા 8.50 લાખનો તોડ
દુકાનમાં પાડેલી રેડમાં દુકાનમાંથી મહિધરપુરા પોલીસે રૂપિયા 61 લાખની બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ રિસ્ટ વોચ કબજે લીધી હતી. સાથે દુકાન માલિક ઇરફાન મેમણની ધરપકડ કરી હતી. જામીન પર મુક્ત થયેલા મેમણે પોલીસ ઉપર ગંભીર આરોપ મુક્યા છે. તેમનો આરોપ છે કે, દુકાનમાં પંચનામું પણ કરવામાં આવ્યું ન હતું. સીસીટીવી ફૂટેજ ડીલીટ કરવામાં આવ્યા હતા.બાજુમાં લાગેલા સીસીટીવીમાં પોલીસની હાજરીનો પુરાવો જોવા મળ્યો હતો. ઉપરાંત કેટલીક વોચ પણ ગાયબ થઈ છે. આ સમગ્ર મામલો દબાવવા માટે 12 લાખની માંગણી કરવામાં આવી હતી. અંતે પોલીસ દ્વારા 8.50 લાખનો તોડ કર્યો હતો.
સુરત પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે
જોકે આ સમગ્ર મામલે શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર પી.એલ.મલે ટેલીફોનિક જણાવ્યું હતું કે, સમગ્ર મામલો પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે આવ્યો છે. જેથી એસીપીને ઇન્કવાયરી સોંપવામાં આવી છે.જે રીતે આરોપ મુકવામાં આવ્યો છે. કે દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ પણ રેડના દિવસે પોલીસે ડિલિટ કરી નાંખ્યા હતા. આ સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.