- ગ્રામ્યમાં કોરોના કેસમાં ઘટાડો પણ મોતનો સિલસિલો યથાવત્
- સોમવારે ગ્રામ્યમાં 86 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- વધુ 04 દર્દીના થયાં મોત
સુરત: ગ્રામ્યમાં આજે કોરોના કેસોમાં થોડા દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ વાઈરસના કારણે મોતનો સિલસિલો યથાવત્ છે. આજરોજ ગ્રામ્યમાં વધુ 86 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજરોજ વાઈરસના કારણે વધુ 04 દર્દીના મોત થયા હતા. હાલ ગ્રામ્યમાં અત્યાર સુધી 30,511 કોરોના કેસ અને 444 મોત નોંધાય ગયા છે.
આ પણ વાંચો: સુરતમાં ખાનગી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે બે દિવસમાં 960 ઇન્જેક્શનની ફાળવણી
1,785 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
હાલ 1,785 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજે વધુ 210 દર્દીઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય વિભાગે જણાવ્યા મુજબ હાલ 1,785 દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર છે. જ્યારે આજરોજ વધુ 210 દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ પણ વાંચો: પાટણ સેવાભાવી સંસ્થાઓએ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે દવાની બેઝિક કીટ અર્પણ કરી