- ત્રીજા ઘોરણમાં ભણતા 8 વર્ષનાં રિયાંશે લખી અંગ્રેજીમાં ભગવતગીતા
- આ બુકને મળ્યું વર્લ્ડ-એન્ડ-બુકમાં સ્થાન
- બુક લખતાં રિયાંશને લાગ્યો 3 મહિના જેટલો સમય
સુરત: શહેરના સરગમ શોપિંગ સેન્ટર વિસ્તારમાં રહેતા પટોડિયા પરિવારના 8 વર્ષના બાળક જેનું નામ રિયાંશ રાહુલ પટોડિયા દ્વારા અંગ્રેજીમાં ભગવતગીતા લખવામાં આવી છે. જે બુકનું નામ આપવામાં આવ્યું છે "ડિસ્કવર ધ અર્જુના વિથિન યુ" છે. આ બુકમાં આજના નાના-બાળકો તથા નવયુવાનોને પ્રેરિત કરે એવા શ્લોોક પણ લખવામાં આવ્યા છે. આ બુક લખવા માટે રિયાંશને ત્રણ મહિના લાગ્યા છે. ત્યારબાદ આ બુકનું બુકપ્રુફ કરવામાં આવ્યું છે. આ બુકે વર્લ્ડ-એન્ડ-બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ પણ વાંચો: નાગાલેન્ડમાં ડોક્ટર પાસે સારવાર કરાવવા 3 વર્ષની બાળકી એકલી પહોંચી
મારામાં અને તમારામાં છે અર્જુન તથા દુર્યોધન
આ બુકને લખનાર રિયાંશ રાહુલ પટોડિયા દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, મારી બુકનું નામ "ડિસ્કવર ધ અર્જુના વિથિન યુ" રાખવામાં આવ્યું છે કારણ કે મારી અંદર તમારા અંદર અને આખી દુનિયાના લોકોમાં અર્જુન તથા દુર્યોધન સમાયેલા છે. અર્જુનનો મતલબ સારા કર્મો તથા દુર્યોધનનો મતલબ ખરાબ કર્મો છે. આપણા પર છે કે આપણે કોના જેવું બનવું છે. ત્યારે આપણે અર્જુન જેવા બનીએ તે માટે પણ આ બુકનું નામ 'ડિસ્કવર ધ અર્જુના વિથિન યુ' રાખવામાં આવ્યું છે.
"कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि"
મમ્મી હંમેશા બુક વાંચતી અને મને બુકમાંથી સ્ટોરીઓ સંભળાવતી
આ શ્લોકનો મતલબ એ છે કે, કર્મ કરતા જાવ ફળની ઈચ્છા ન રાખો. મારી મમ્મી હંમેશા બુક વાંચતી અને મને બુકમાંથી સ્ટોરીઓ સંભળાવતી હતી. ત્યારબાદ એક દિવસે મેં મારાં પપ્પાને ભગવતગીતા વાંચતા જોયા. મેં વિચાર્યુ કે, આ કંઈ સ્પેશિયલ છે કે મારા પપ્પા રોજના વાંચે છે. ત્યારબાદ હું જ્યારે પાંચ વર્ષનો થયો ત્યારે મેં મારી જાતે જ બુક રીડિંગ ચાલુ કર્યું. મેં અંગ્રેજીમાં ભગવતગીતા ખરીદી અને વાંચવાનું શરૂ કર્યું પરંતુ મને ભગવતગીતા વાંચતી વખતે પહેલા ભગવતગીતામાં આપેલા શ્લોકોમાં સમજ પડતી નહોંતી પછી ધીરે-ધીરે મને સમજ પડવા લાગી. ત્યારબાદ મેં જે અનુભવ મેળવ્યો એ મારા શબ્દોમાં લખવાનું શરૂ કર્યું અને મેં જે શબ્દોમાં લખ્યું છે તે બાકી બધા વાંચી શકે તે જ રીતે લખ્યું છે.
આ પણ વાંચો: પેટલાદમાં કિન્નર બન્યો આત્મનિર્ભર, ગ્રામસેવક તરીકે ફરજ બજાવી કરી પહેલ
પપ્પાને જોઈને રિયાંશે ભગવતગીતા વાંચવા શરૂ કર્યું
આ બાબતે રિયાંશની મમ્મી કહે છે કે, રિયાંશએ જે બુક લખી છે તેનું નામ "ડિસ્કવર ધ અર્જુના વિથિન યુ" છે. તે નાનો હતો ત્યારથી તેને બુક વાંચવાનો ખુબ જ શોખ હતો. તે બીજા બધા બાળકોથી અલગ કરવાનું વિચારતો હતો. તેને કોઈ ગેમ રમવી પસંદ નથી. તે મોબાઈલ ઉપર ગેમ રમવાની ઇચ્છા ધરાવતો નથી. તેથી જ તેણે ચાલુ કર્યું વાંચવાનું અને ત્યારબાદ ધીરે-ધીરે લખવાનું પણ ચાલુ કર્યુ અને છેલ્લે તેણે ભગવતગીતા લખી છે. આ તેણે તેના પપ્પાને જોઈને કર્યું હતું. તેના પપ્પા દરરોજ રાત્રે ભગવતગીતાના એક અધ્યાયનો પાઠ કરે છે. રિયાંશ રોજ એના પપ્પા ને જોતો અને વિચારતો આ બુકમાં કંઈ સ્પેશિયલ છે કે મારા પપ્પા રોજ વાંચે છે. તેણે ભગવદગીતાને વાંચી તથા પોતાના જેવા બીજા બધા બાળકો પણ સરળતાથી વાંચી શકે તેવા સરળ શબ્દોમાં ભગવતગીતા લખી.
આ પણ વાંચો: Genius World Record of India: કારાવાસનો કેદી બન્યો કલાકાર
બુકે પબ્લિશ થતાં જ વર્લ્ડ-એન્ડ-બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું
ત્યારબાદ આ બુકનું બુકપ્રુફ કરવામાં આવ્યું. જ્યાં આ બુકને રાઇટર દ્વારા ચેક કરવામાં આવ્યું અને બુકને પબ્લિશ કરવામાં આવી. પબ્લિશ થતાં જ આ બુકે વર્લ્ડ-એન્ડ-બુકમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બુક એમેઝોન તથા ફ્લિપકાર્ટ ઉપર મળી જશે. લોકોના પણ આ બુક વિશે ખુબ જ સારા જવાબો આવી રહ્યા છે. માતા-પિતા પોતાના બાળકો માટે આ બુક લઇ રહ્યા છે. અમે બાળકોને બુક વાંચવા માટે પ્રેરિત કરી રહ્યા છીએ. નાની ઉંમરમાં બાળકોને મોબાઈલ આપવા કરતા બુક આપવામાં આવે તો ખૂબ જ સારી વાત કહેવાય. હું માતા-પિતાઓને એમ સંદેશો આપવા ઈચ્છું છું કે, તમે બધા પણ બાળકો પાસેથી મોબાઈલ લઈને તેમને દરરોજ એક થી બે સ્ટોરી કહેશો તો તેનાથી તેઓ પણ ખુબ જ ઉતેજીત હોય છે. દરેક નાના બાળકો આ વસ્તુ તરત પકડી લે છે અને કંઈ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે.
ત્રણ વર્ષ સુધી બોલી શકતો ન હતો: રિયાંશના પિતા
રિયાંશના પિતા કહે છે કે, જ્યારે રિયાંશ ત્રણ વર્ષનો હતો ત્યાં સુધીમાં નોર્મલ બાળકો બોલતા થઇ જાય છે પરંતુ એના મનમાં એમ હતું કે, તે બોલી શકીશે નહીં. ત્યારબાદ અમે ડોક્ટરનો સંપર્ક કર્યો. ડોક્ટરે કહ્યું કે, અમુક બાળકોને બોલતા વાર લાગે છે. આ બોલતો થઈ જશે તે સમય દરમિયાન રિયાંશની મમ્મી દરરોજ રાત્રે એક નવી સ્ટોરી કહેતી હતી. જેથી રિયાંશની સાંભળવાની હેબિટ સારી બની રહે અને જ્યારે તે પાંચ વર્ષનો થયો ત્યારે તેને લાગ્યું કે, તે સ્ટોરી સાંભળીને બોલી શકે છે. તેથી તેણે પોતે બુક વાંચવાની શરૂઆત કરી. તે જોઈને રિયાંશને બુક આપવામાં આવી અને રિયાંશની મમ્મી દ્વારા એમ કહેવામાં આવ્યું કે, તું જે વાંચે છે તે દરરોજ રાતે સુતા પહેલા દિવસમાં શું વાચ્યું, શું લખ્યું, તે લખતો રે તે જ રીતે રિયાંશે ચાલુ કર્યું.
આ પણ વાંચો: 5 વર્ષના અરિંદમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 13 સેકંડમાં માર્યા 100 બોક્સિંગ પંચ
ત્યારબાદ રિયાંશે ધીરે-ધીરે મહાભારત-ભગવતગીતા વાંચવાનું શરૂ કર્યું. તેમજ બાળકો સમજી શકે તે માટે તેણે પોતાની ભાષામાં લખવાની શરૂઆત કરી. અમને લાગ્યું કે, હવે આ લખી શકે છે તો અમે રિયાંશને કહ્યું કે, તું હવે આ ભગવતગીતા લખ. જેથી બીજા બધા બાળકો વાચી શકે અને આ બુક લખતા રિયાંશને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો. રિયાંશે તેની બુકનું નામ "ડિસ્કવર ધ અર્જુના વિથિન યુ" રાખ્યું છે. આ નામ આપવાનું કારણ એ છે કે, અર્જુન અને દુર્યોધનની ઉપર જ આખી મહાભારત છે તો આના કરતા સારું નામ બીજું ન હોઈ શકે. તેમજ આપણે આપણી અંદર એક અર્જુનને શોધીયે આથી આ બુકનું નામ "ડિસ્કવર ધ અર્જુના વિથિન યુ" રાખ્યું છે.