- ગ્રામ્ય કેસોમાં ઘટાડો પણ મુત્યુનો સિલસિલો યથાવત
- આજે વધુ 75 કોરાનાના કેસ નોંધાયા
- 3 દર્દીના સારવાર દરમિયાન થયા મોત
સુરત: ગ્રામ્ય વિસ્તારમાં કોરાના વાયરસ ધીમે ધીમે કાબુમાં આવી રહ્યો છે. પણ મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગ્રામ્યમાં આજે કોરાનાના 75 કેસ નોંધાયા હતા. તેમજ વધુ 3 દર્દીના સારવાર દરમિયાન મોત થયા હતા. હાલ 1,564 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે વધુ 192 દર્દીઓ સ્વસ્થ થયા હતા. હાલ કોરાના કેસનો આંક 31,154 પર અને મુત્યુઆંક 458 પર પહોંચ્યો છે.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં શનિવારે 156 કોરાના કેસ નોંધાયા
કોરાનાથી 3 દર્દીના મોત થયા હતા
આજે ગ્રામ્યમાં માત્ર કોરાનાના 75 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 3 દર્દીના મોત થયા હતા. હાલ 1,564 કોરાના દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે. જ્યારે આજે વધુ 192 દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લઈ સંપૂણ સ્વસ્થ થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી,અત્યાર સુધી ગ્રામ્યમાં કોરાના વાયરસનો આંક 31,154 પર અને મુત્યુઆંક 458 પર પહોંચી ગયો છે જ્યારે સ્વસ્થ થયેલ વ્યક્તિઓની સંખ્યા 29,132 પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં વધુ 227 કોરાના કેસ નોંધાયા