ETV Bharat / city

Ramp Walk By elderly : સુરતમાં વૃદ્ધોનું સ્વેગ, યુવાનોને ટક્કર આપે એવું કર્યું રેમ્પ વોક - Surat IDT Fashion show

સુરત શહેરમાં શાંતમ એક અનુભવ અને આઈડીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેકનોલોજી દ્વારા ઓલ્ડ ઈઝ ગોલ્ડ થીમ પર શાંતમ ખાતે દાદા દાદીઓ એટલે કે, વરિષ્ઠ નાગરિકો( Ramp Walk By elderly ) માટે એક અનોખા ફેશન શોનું આયોજન (Surat Fashion show) કરવામાં આવ્યું હતું.

સુરતમાં 60 થી 85 વૃધ્ધોએ યુવાનોને ટક્કર આપે એવુ રેમ્પ વોક કર્યુ

author img

By

Published : Apr 17, 2022, 4:21 PM IST

સુરત: આ ફેશન શોમાં 60 થી 85 વર્ષ સુધીના મહિલા અને પુરુષોએ (Ramp walk elderly In Surat) આઈડીટીના ( Surat IDT Fashion show ) વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા વસ્ત્રો પહેરીને મોડેલની જેમ રેમ્પ વોક કર્યું હતું. શાંતમ સંસ્થા સિનિયર સિટીઝન્સ માટે ડે બોર્ડિંગ સુવિધા પૂરી પાડે છે. તેમની કાળજી લેવામાં આવે છે અને તેમની જરૂરિયાતને પૂર્ણ કરવામાં આવે છે. શાંતમના સંસ્થાપક વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે દાદા દાદી ફેશન શોના માધ્યમથી અમે વરિષ્ઠ નાગરિકોના જીવનમાં નવો ઉત્સાહ ભરવાનો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચો: SMC Hospitals in Each Zone : સુરત મહાનગરપાલિકા દરેક ઝોનમાં 50 બેડની હોસ્પિટલ બનાવશે, ઘર નજીક તબીબી સુવિધા મળશે

દસ વર્ષથી ગારમેન્ટ્સ ઉદ્યોગમાં સેવા: જ્યારે આઈડીટીના ફાઉન્ડર અંકિતા ગોયલે જણાવ્યું હતું કે, આઇડીટી ફેશન શોના માધ્યમથી પાછલા દસ વર્ષથી ગારમેન્ટ્સ ઉદ્યોગમાં સેવા આપી રહી છે. આજે સુરતની તમામ ઇન્ડસ્ટ્રીમાં આઈડીટીના વિદ્યાર્થીઓ ભૂમિકા નિભાવી રહ્યા છે. આ શો માટે આઇડીટીના વિદ્યાર્થીઓએ ગારમેંટ્સ ડીઝાઇન કર્યા હતા. આ શોની કોરિયોગ્રાફી ખુશ્બુ રતેરિયા દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Accident in Surat: સુરતમાં ડમ્પરે ધોરણ 10ની વિદ્યાર્થીનીને અડફેટે લેતા પરીક્ષા પહેલા જ મોત

નવું કરવા માટે ક્યારેય ઉંમરને જોવી જોઈએ નહીં: બીજી તરફ વરિષ્ઠ નાગરિકોનું કહેવું છે કે તેઓએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેઓ ક્યારેય રેમ્પ વોક કરી શકશે. ભૂતપૂર્વ કાપડના વેપારી અને 74 વર્ષીય રમેશ ભાઈએ જણાવ્યું હતું કે કંઈક નવું કરવા માટે ક્યારેય ઉંમરને જોવી જોઈએ નહીં, જ્યારે 72 વર્ષીય હંસા મહેતા ભાવુક થઈ ગયા, તેઓ ખુશ હતા કે તેઓ તેમના જીવનમાં પ્રથમ વખત રેમ્પ વોક કરી રહ્યા છે, પરંતુ તેમના પરિવારમાંથી કોઈ સદસ્ય તેણીની ખુશી જોવા માટે ઉપસ્થિત નહોતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.