ETV Bharat / city

VNSGUના 60 ટકા કર્મચારીઓ કોરોના પોઝિટિવ

author img

By

Published : Apr 14, 2021, 3:21 PM IST

સુરતમાં VNSGUમાં 50થી 60 ટકા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને યુનિવર્સિટીના બે કર્મચારીઓ કોરોના સંક્રમિત હતા, જેમનું સારવાર દરમિયાન મોત થયું છે. યુનિવર્સિટીના સૌથી વધારે 90 ટકા કોરોના પોઝિટિવ કર્મચારીઓ HRD વિભાગના છે. આ જોતાની સાથે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા 50 ટકા કર્મચારીઓને યુનિવર્સિટી બોલાવવામાં આવશે.

VNSGUના 90 ટકા કર્મચારીઓ કોરોના પોઝિટિવ
VNSGUના 90 ટકા કર્મચારીઓ કોરોના પોઝિટિવ
  • સૌથી વધારે 90 ટકા કોરોના પોઝિટિવ કર્મચારીઓ HRD વિભાગના
  • યુનિવર્સિટીના કુલપતિની સૂચના મુજબ 50 ટકા કર્મચારીઓ બોલાવાશે
  • કોરોના વિસ્ફોટ થતા કર્મચારીઓને 20 દિવસ માટે રજા આપી દેવામાં આવી

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના 50થી 60 ટકા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જોકે, શહેરમાં વધતા જતા કોરોના હવે યુનિવર્સિટીના સ્ટાફને પણ પોતાનો ભોગ બનાવી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં લેતા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હેમાલી દેસાઈ દ્વારા એમ નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી યુનિવર્સિટીમાં 50 ટકા સ્ટાફ આવશે. બીજો 50 ટકા સ્ટાફ બીજા દિવસે આવશે. એમ એક એક દિવસે આ રીતે સ્ટાફને બોલાવવામાં આવશે.

આ પણ વાંચોઃ GMDCમાં 900 બેડની હોસ્પિટલ ઉભી કરવા કવાયત શરૂ

VNSGUના 2 કર્મચારીઓના કોરોનાના કારણે મોત

યુનિવર્સિટીના 2 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાથી તેમને ગોવિંદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ સાથે વધુ બે દિવસ માટે યુનિવર્સિટી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ભાવનગરના કો મોરબીડમાં કોરોનાથી મૃત્યુ વધતા સ્મશાનમાં વેઈટિંગ

યુનિવર્સિટીના HRD વિભાગના 90 ટકા કર્મચારીઓ સંક્રમિત છે

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના HRD વિભાગના 90 ટકા કર્મચારીઓને કોરોના સંક્રમિત થઈ ગયા છે. આ બધા જ કર્મચારીઓ અને બાકીના કર્મચારીઓને 20 દિવસ માટે રજા આપી દેવામાં આવી છે. જે કર્મચારીઓને કોરોના સંક્રમિત નથી થયા તે કર્મચારીઓને આગળના દિવસોમાં ઘરેથી જ પોતાનું કામ કરવાનું રહેશે અને જ્યાં સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ પણ આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી યુનિવર્સિટી આવવું નહીં એવું કહી દેવામાં આવ્યું હતું. યુનિવર્સિટી હજી બે દિવસ સુધી બંધ રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.