- ફેશન ડિઝાઇન નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અલગ-અલગ થીમ ઉપર રાખડીઓ બનાવવા આવી
- રાખડી દ્વારા સ્ક્રેપ પૉલિસી અંગે લોકોને જાગૃત કરાયું
- ચારથી પાંચ ફીટ વિશાલકાય રાખડી બનાવવામાં આવી
સુરત : શહેરના ફેશન ડિઝાઇનિંગ ઈન્સ્ટીટયૂટના વિદ્યાર્થીઓને દ્વારા ખાસ ચારથી પાંચ ફીટ મોટી રાખડી બનાવવામાં આવી છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ પર લોકોને જાગૃત કરવા માટે વિવિધ વિષયોને ધ્યાનમાં રાખી આ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. રાખડીમાં હાલ ઓલમ્પિકમાં મેડલ મેળવનાર ખેલાડીઓ જોવા મળે છે તો બીજી રાખડીમાં સ્ક્રેપ પૉલિસી અંગે લોકોને જાણકારી આપવામાં આવી છે.
વિવધ થીમ પર બનાવવામાં આવી રાખડી
આજે રક્ષાબંધનનો પવિત્ર તેહેવાર છે, ભાઈ-બહેનના પવિત્ર તહેવારની અનોખી ઉજવણી સુરતની ફેશન ડિઝાઇન કોલેજ દ્વારા કરવામાં આવી છે. અહીં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અલગ-અલગ થીમ ઉપર રાખડીઓ બનાવવા કહેવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોલ્યુશન, કોરોના અને ઓલમ્પિકની થીમ પર રાખડી બનાવી હતી. ઓલમ્પિક થીમ પર બનાવવામાં આવેલી રાખડીમાં જે ખેલાડીઓએ ઓલમ્પિકમાં સારું પ્રદર્શન કર્યું હતું તેમના ફોટા મૂકવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : આજે ભાઇ-બહેનના સ્નેહનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, જાણો શુભ મુહૂર્ત
લોકોને રસી લેવા માટે કરવામાં આવી અપીલ
પોલ્યુશન ફ્રી રાખડી પણ બનાવવામાં આવી હતી આ રાખડી માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલી સ્ક્રેપ પોલીસી અંગે માહિતી આપતી વિગતો મૂકવામાં આવી હતી જ્યારે અન્ય રાખડીઓ કોરોનામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને સુરક્ષા કર્મીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા ત્યાં અન્ય એક રાખડીમાં કોરોના ની વેક્સિન લોકો લે તેવી અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભાઇએ આપી બહેનને અનોખી ભેટ, રક્ષાબંધન પહેલા જ ભાઈ બહેનના અનોખા પ્રેમનું જીવંત ઉદાહરણ