- NOC ન હોવાને તે કારણે સીલ કરાઈ હોસ્પિટલ
- ફાયર વિભાગ વારંવાર આપી હતી નોટીસ
- દર્દીઓને રાજા આપ્યા બાદ બંધ થશે હોસ્પિટલ
સુરત: ગુરુવારે વહેલી સવારે ફાયર વિભાગ દ્વારા ડિંડોલી, ઉધના, ભટાર, ભેસ્તાન અને વેસુ જેવા વિસ્તારોમાં કુલ 32 નાની-મોટી હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યું. જે હોસ્પિટલોમાં ફાયરની અપૂરતી સુવિધા અને ફાયર NOC ન હોય તે દરેકને સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટીસ આપ્યા બાદ પણ ફાયરના જરૂરી સાધનો વસાવ્યા ન હોવાથી તે માટે સીલ મારવામાં આવ્યું છે.
- ડિંડોલી- હરિઓમ જનરલ હોસ્પિટલ, લોટસ હોસ્પિટલ
- નવાગામ- ધ્રુવ હોસ્પિટલ, સાંઈ કૃપા હોસ્પિટલ, નવયુગ ઔર્થોપેડિક હોસ્પિટલ
- ઉધના દરવાજા- ડૉ પરાગ પરીખ હોસ્પિટલ, રચના હોસ્પિટલ, આત્મજા હોસ્પિટલ
- લાલ દરવાજા- ગોપી હોસ્પિટલ
- વેસુ/વી.આઈ.પી.રોડ- મુવ હોસ્પિટલ
- ભટાર- શ્રી શુભમ હોસ્પિટલ, જુગલ હોસ્પિટલ, સંકલ્પ શોપિંગ સેંટર, બંસરી ચિલ્ડ્રનસ હોસ્પિટલ
- ઉધના મગદલ્લા- ઉમિયા હોસ્પિટલ
- ભેસ્તાન- ઉમા હોસ્પિટલ, વસુંધરા હોસ્પિટલ
આ પણ વાંચો: સુરત ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલની પ્રક્રિયા હાથ ધરી
ફાયર NOC અને ફાયરની અપૂર્તિ સુવિધાને કારણે કરાઈ સીલ
સુરત ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે, ફાયર NOC અને ફાયરની અપૂર્તિ સુવિધાને કારણે ફાયર વિભાગ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલી NOC અને ફાયરની અપૂર્તિ સુવિધા ધરાવતી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે. કુલ 32 જેવી હોસ્પિટલો છે, જે હોસ્પિટલોમાં દર્દીઓ છે ત્યાં દર્દીઓને રાજા આપ્યા બાદ તરત સીલ મારવામાં આવશે. હાલ તેમને નોટીસ આપવામાં આવી છે.