- 300 બસો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં નહીં દોડે
- સુરત મનપાના આસિસ્ટન્ટ કમિશ્નરે આપી માહિતી
- હાલ 1100 કન્ટેન્ટમેન્ટ વિસ્તાર છે
આ પણ વાંચોઃ 6 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સુરત મનપા દ્વારા ટેસ્ટીંગ કામગીરીમાં વધારો કરાયો
સુરતઃ જિલ્લાના સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસોના કારણે કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે. આ કન્ટેન્મેન્ટ વિસ્તારને લઇને સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. મનપા આ વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સિટી બસ અને BRTS બસ આ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દોડાવવામાં નહીં આવે. સુરતમાં હાલ 1100 કન્ટેન્મેન્ટ વિસ્તાર છે, કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ સુરતમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર સફાળું જાગ્યું
સિટી બસના 17 અને BRTSના 3 રૂટ બંધ
સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશ્નર કમલેશ નાયકે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને ધ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે સીટી બસ અને BRTSના કુલ 20 રૂટો બંધ કરાવવામાં આવ્યા છે. જેમાં સિટી બસના 17 અને BRTSના 3 રૂટ સામેલ છે અને આમ કુલ 300 બસ બંધ કરવામાં આવી છે. પાલ, અડાજણ, વેસુ, ઉમરા, અઠવા લાઈન્સ, રાંદેર, ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર કે જ્યાં હાલ સંક્રમણનો પ્રમાણ વધ્યો છે એવા તમામ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં બસો બંધ કરવામાં આવી છે.