ETV Bharat / city

ઓક્સિજનની માગને પહોંચી વળવા સ્મીમેર હોસ્પિટલ ખાતે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક લગાવાઈ - Surat NEWS

સુરતમાં રોજેરોજ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની જરૂર હોવાથી સ્મીમેર હોસ્પિટલ ખાતે 20 હજાર લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક ઈન્સ્ટોલ કરવામાં આવી છે.

ઓક્સિજનની માગને પહોંચી વળવા સ્મીમેર હોસ્પિટલ ખાતે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક લગાવાઈ

author img

By

Published : Apr 20, 2021, 8:29 PM IST

  • સુરતમાં રોજ નોંધાય છે 500થી વધુ પોઝિટિવ કેસ
  • રોજના દર્દીઓ વધતા ઓક્સિજનની અછત સર્જાઈ
  • સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક ઓક્સિજન ટેન્ક લગાવાઈ

સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને રોજના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. જેથી સુરતના સહારા દરવાજા પાસે આવેલી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા સોમવારે વધુ એક ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. સોમવારે 20 હજાર લીટરની ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવતા હવે સ્મીમેરમાં દાખલ દર્દીઓને જરૂરી રોજે રોજના ઓક્સિજન પુરવઠાને મેન્ટેઈન કરવામાં સરળતા રહેશે.

હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કની કુલ ક્ષમતા 50 હજાર લીટર

સ્મીમેર હોસ્પિટલમાં અત્યારે 30 હજાર લીટરની ક્ષમતાવાળી એક ટેન્ક કાર્યરત છે. નવી ટેન્કનું ઈન્સ્ટોલેશન કરવામાં આવતા હવે ઓક્સિજન ટેન્કની કેપેસિટી 50 હજાર લીટરની થઈ ગઈ છે. હાલમાં તંત્ર દ્વારા આ ઓક્સીજન ટેન્ક ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે પૂર્ણ થયા બાદ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયમાં કોઈ રૂકાવટ રહેશે નહી.

1312 લોકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ

શહેરની સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં કુલ 1312 લોકો ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે. સિવિલમાં 958 અને સ્મીમેરમાં 354 દર્દી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે. સોમવારે સિવિલ હોસ્પિટલમાં 686 લોકો ઓક્સિજન પર, 258 લોકો બાયપેપ પર અને 14 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા હતા. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 220 લોકો ઓક્સિજન પર, 113 લોકો બાયપેપ પર અને 21 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.