- ઉમરપાડા તાલુકા મથક ખાતે મળી ભાજપની કારોબારી બેઠક
- વિધાનસભા ચૂંટણી પહેલા બિટીપી-કોંગ્રેસના 200જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા
- મંત્રી ગણપત વસાવાના હસ્તે કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
સુરત: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવનાર છે. ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયારી કરી રહ્યા છે. આ સમયે ઘણાય કાર્યકર્તાઓ, નેતાઓ પક્ષપલટો કરતા હોય છે.પોતાની પાર્ટીમાં યોગ્ય સન્માન, હોદ્દો ન મળતા કાર્યકરો બીજી પાર્ટીમાં જોડાઈ જતા હોય છે જ્યા તેમને યોગ્ય હોદ્દો આપવાની ખાત્રી આપવામાં આવે છે. સુરતના ઉમરપાડામાં પણ પક્ષપલટો જોવા મળ્યો હતો. BTP- કોંગ્રેસના 200 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
આ પણ વાંચો : કચ્છમાં ખાનગી કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પવનચક્કી અને વીજપોલ ઊભા કરયા હોવાનો કિસાન કોંગ્રેસે કર્યો આક્ષેપ
ગણપત વસાવાએ પહેરાવ્યો કેસરીયો
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે ત્યારે સુરત જિલ્લામાં બધા પક્ષો સક્રિય થઈ ગયા છે અને તોડ જોડની નીતિ અપનાવી એકબીજા પક્ષના કાર્યકરોને પોતાના પક્ષમાં જોડી રહ્યા છે. ગુરુવારે ઉમરપાડા તાલુકા મથક ખાતે સુરત જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી હતી જેમાં સરકારના કેબિનેટ મંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 200જેટલા કોંગ્રેસ તેમજ બિટીપીના કાર્યકરો પોતાના પક્ષ સાથે છેડો ફાડી મંત્રી ગણપત વસાવા હસ્તે કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા,કારોબારી બેઠકમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ તેમજ અન્ય સંગઠન હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન વડોદરાની મુલાકાતે, કોંગ્રેસ કાર્યાલયની લીધી મુલાકાત