ETV Bharat / city

બારડોલીના 2 ભાઈઓએ કોરોના દર્દીઓની સેવા માટે પોતાની ઇનોવા કારને બનાવી એમ્બ્યુલન્સ - બારડોલી તાલુકા સરભોણ

બારડોલી તાલુકાના નીણત ગામના 2 ભાઈઓએ પોતાની લગ્ઝ્યૂઅરિઅસ ઇનોવા કારને એમ્બ્યુલન્સ બનાવી કોરોના દર્દીઓની સેવા માટે મૂકી એક અનોખો સેવાયજ્ઞનો આરંભ કર્યો છે. રવિવારથી શરૂ થયેલી આ એમ્બ્યુલન્સમાં ઓક્સિજનથી લઈને તમામ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. બન્ને ભાઈઓ દ્વારા એમ્બ્યુલન્સની સેવા નિઃશુલ્ક રાખવામાં આવી છે.

બારડોલીના 2 ભાઈઓએ કોરોના દર્દીઓની સેવા માટે પોતાની ઇનોવા કારને બનાવી એમ્બ્યુલન્સ

author img

By

Published : Apr 26, 2021, 1:19 PM IST

  • હાલ બારડોલી તાલુકાના સરભોણમાં આ એમ્બ્યુલન્સ મુકવામાં આવી છે.
  • તમામ દર્દીઓને એમ્બ્યુલન્સની નિઃશુલ્ક સેવા આપવામાં આવશે
  • એમ્બ્યુલન્સ જેવી જ કારમાં ઓક્સિજન સાથે સુવિધા ઉપલબ્ધ

બારડોલી: કોરોનાની મહામારીમાં બારડોલી તાલુકાના નિણત ગામના બંધુઓએ એક અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. હાલ લોકોને હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ મળી રહી નથી. ત્યારે, આ બંધુઓએ પોતાની ઇનોવા કારને જ એમ્બ્યુલન્સમાં તબદીલ કરી સમાજ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ એમ્બ્યુલન્સને હાલ સરભોણ ખાતે રાખવામાં આવી છે અને એક હેલ્પલાઇન નંબર ચાલુ કરી આજથી રવિવારથી જ આ એમ્બ્યુલન્સનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

બારડોલીના 2 ભાઈઓએ કોરોના દર્દીઓની સેવા માટે પોતાની ઇનોવા કારને બનાવી એમ્બ્યુલન્સ
બારડોલીના 2 ભાઈઓએ કોરોના દર્દીઓની સેવા માટે પોતાની ઇનોવા કારને બનાવી એમ્બ્યુલન્સ

આ પણ વાંચો: અમરેલી જિલ્લા કોંગ્રેસ અને પરિવર્તન ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે પ્રાણવાયુ સેવા યજ્ઞનો પરેશ ધાનાણીએ કરાવ્યો પ્રારંભ

108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી

કોરોના મહામારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીમાં મેડિકલ સાધનો પણ ઓછા પડી રહ્યા છે. જેને કારણે, અનેક લોકોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. આવી જ સ્થિતિ હાલ સુરત જિલ્લામાં પણ જોવા મળી રહી છે. કોરોનાનો ભોગ બનનાર દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સ પણ સમયસર મળતી નથી. જેને કારણે, દર્દીઓની હાલત વધુ કફોડી બની જતી હોય છે.

ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો આડેધડ ભાડું વસૂલે છે

ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો મનફાવે તેમ ભાડું વસુલ કરી રહ્યા છે. જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોષાય તેમ નથી. આથી, ગંભીર રીતે બીમાર દર્દીઓને ઘણી વખત જીવ ગુમાવવાનો વારો આવે છે. રોજેરોજ કથળતી જતી સ્થિતિ અને સમયસર સારવાર નહીં મળવાથી વલખા મારી રહેલા દર્દીઓની હાલત જોઈ બારડોલી તાલુકાના નિણત ગામના 2 ભાઈઓ સુનિલ અંબુભાઈ પટેલ અને સંદીપ અંબુભાઈ પટેલે સરભોણ વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ શરૂ કરવાનો વિચાર કર્યો હતો.

આ પણ વાંચો: EXCLUSIVE: દર્દીઓ ઓક્સિજનના બાટલા પરત નહિ કરે તો પોલીસની મદદ લેવી પડશે: બોલબાલા ટ્રસ્ટ

એમ્બ્યુલન્સ નહીં મળી તો પોતાની કારને એમ્બ્યુલન્સમાં ફેરવી દીધી

નવી અથવા જૂની એમ્બ્યુલન્સ મળી જાય તો તાત્કાલિક લોકોની સેવા શરૂ થઈ શકે એ વિચારે એમ્બ્યુલન્સની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ, એમ્બ્યુલન્સ નહીં મળી શકતા અંતે તેમણે પોતાની જ લગ્ઝ્યૂઅરિઅસ ઇનોવા કારને એમ્બ્યુલન્સમાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. કારમાં એમ્બ્યુલન્સ જેવી જ ઓક્સિજન સાથેની વ્યવસ્થા કરી આજે રવિવારથી તેનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. બન્ને ભાઈઓ દ્વારા કરવામાં આવેલા આ ભગીરથ પ્રયાસને બારડોલી વિસ્તારના લોકોએ ખૂબ જ સરાહના લારી હતી.

પટેલ પરિવાર પહેલાથી જ લોકોની સેવામાં

સંદીપ પટેલે જણાવ્યું હતું કે, તેમનો પિતા અને પરિવારના સભ્યો પહેલાથી જ લોકોની સેવા કરતા આવ્યા છે. ગામમાં કોઈને પણ હોસ્પિટલ જવાનું હોય ત્યારે, અમારા ઘરની ગાડી તૈયાર જ હોય છે. જોકે, 108 આવ્યા બાદ મોટા ભાગે ગામના લોકોએ એમ્બ્યુલન્સનો જ ઉપયોગ કરતા હતા. પરંતુ, હવે સ્થિતિ બદલાતા 108 પણ સમયસર પહોંચી શકતી નથી. જેના કારણે, દર્દીઓની હાલત ખરાબ થઈ રહી છે. લોકોને સમયસર સારવાર મળે તો તેનો જીવ બચાવી શકાય અને એ જ હેતુથી અમે આ એમ્બ્યુલન્સ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.