- સુરત ગ્રામ્યમાં આજે 172 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- સારવાર દરમિયાન વધુ 05 દર્દીના થયાં મોત, વધુ 244 દર્દીઓ સ્વસ્થ થયાં
- હાલ 1694 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ
- ગ્રામ્યમાં કોરોના કેસમાં આજે આંશિક ઘટાડો
સુરતઃ સુરત ગ્રામ્યમાં આજે Corona કોરોના કેસમાં આંશિક રાહત જોવા મળી હતી. બુધવાર સુરત ગ્રામ્યમાં વધુ 172 Corona Cases કોરાના પોઝિટિવ કેસ નોંધાયા હતાં જ્યારે સારવાર દરમિયાન વધુ 05 દર્દીઓના મોત થયાં હતાં.હાલ ગ્રામ્યમાં 1694 દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે. જ્યારે બુધવારે વધુ 244 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ સંપૂણ સ્વસ્થ થતાં તેઓને રજા આપી દેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વ્હાઈટ ફંગસથી મહિલાઓના આંતરડા અને ફૂડ પાઈપમાં પડ્યા છિદ્ર, વિશ્વનો પહેલો કેસ સર ગંગારામ હોસ્પિટલમાં નોંધાયો
કોરોના કેસનો આંકડો 30880 અને મૃત્યુઆંક 453 પર પહોંચ્યો
ગ્રામ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કોરોના કેસોની વાત કરીએ તો હાલ કોરોના કેસનો આંકડો 30884 પર પહોંચી ગયો છે. જ્યારે Corona Death વાયરસના લીધે 453 દર્દીઓના મોત થયાં છે જ્યારે કોરોનાને અત્યાર સુધી 28733 લોકોએ માત આપી છે.
આ પણ વાંચોઃ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોના મતે લાયોફિલાઇઝ એમ્ફોટેરેસીન-બી લાઇફ સેવિંગ ઇન્જેકશન