ETV Bharat / city

પંચાયત સેવા પસંદગી બોર્ડ હસ્તકની 16,400 ભરતીઓ 6થી 8 મહિનામાં કરવામાં આવશે - ગુજરાત સરકાર

પંચાયતપ્રધાન બ્રિજેશ મેરજાની ડીડીઓ સાથે બેઠક યોજાઇ હતી. રાજ્યના તમામ ડીડીઓ વીડિઓ કોન્ફરન્સથી જોડાયા હતાં. બેઠકમાં ગ્રામીણ વિકાસની યોજનાઓ મુદ્દે મીડિયા સમક્ષ વાત કરતા અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ કહ્યું કે, "પંચાયત સેવા પસંદગી બોર્ડ હસ્તકની 16,400 ભરતીઓ 6થી 8 મહિનામાં કરવામાં આવશે." જેથી આ ક્ષેત્રે જોડાવા માગતા યુવાનો માટે સારા સમાચાર છે.

પંચાયત સેવા પસંદગી બોર્ડ હસ્તકની 16,400 ભરતીઓ 6થી 8 મહિનામાં કરવામાં આવશે

author img

By

Published : Sep 21, 2021, 5:06 PM IST

  • પંચાયત પ્રધાનની હાજરીમાં રાજ્યના તમામ ડીડીઓ સાથે ઓનલાઈન મીટિંગ
  • જિલ્લા પંચાયત હસ્તકના કામોને લઈને ચર્ચા કરવામાં આવી
  • 6થી 8 મહિનામાં પંચાયત હસ્તકની ભરતી કરવામાં આવશે

ગાંધીનગર : પંચાયતના કામ કરતા જિલ્લા વિકાસ અધિકારીની કોન્ફરન્સ સચિવાલય સ્વર્ણિમ સંકુલ 2 ખાતે યોજાઇ હતી. અધિક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ તેમાં જોડાયા હતાં. પંચાયતના કામોને મહત્વ આપવાને ધ્યાનમાં રાખી ડીડીઓ માટેની બેઠક યોજાઇ હતી. પ્રધાન એવા બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં તમામ જિલ્લાના ડીડીઓ જોડાયા હતાં.

NRI પોતાના ગામ પ્રત્યે આકર્ષાય માટે વતન પ્રેમ યોજના શરૂ કરાશે
બ્રિજેશ મેરજાએ કહ્યું કે, ગામના લોકોના પ્રશ્નો ગામમાં જ સોલ થાય તેવી સુવિધા આપીશું. પંચાયતમાં 14માં અને 15માં નાણાંપંચની કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સરકારે નાણાંપંચની રકમનો સદઉપયોગ કરવા અને મારું ગામ કોરોનામુક્ત થાય, રસીકરણ, વધુમાં વધુ ગામોમાં 100 ટકા રસીકરણ સુધી પહોંચે તો કોરોનાથી મુક્ત થાય તે પ્રકારનું અમારું વિઝન છે. અમે ગામો માટે વતન પ્રેમ યોજના લઈને આવ્યાં છીએ. પોતાનુ ગામ છોડીને બીજા પ્રદેશમાં એટલે કે વિદેશમાં ગયેલા લોકો માટે છે. NRI વતન પ્રેમ માટે આકર્ષાય તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છીએ.

પંચાયત સેવા પસંદગી બોર્ડ હસ્તકની 16,400 ભરતીઓ 6થી 8 મહિનામાં કરવામાં આવશે
ગ્રામ સેવકોની જુદી જુદી 7 સેવાઓ માટે ભરતી પાડવામાં આવશેબ્રિજેશ મેરજાએ વધુમાં કહ્યું કે, પંચાયત રાજ્યની મહત્વની હકૂમત છે. અહી જેમ સચિવાલય છે તેમ ગ્રામ્ય કક્ષાએ સચિવાલય છે. તેને આગળ વધારીશું, અમે અલગ અલગ પ્રકારના હેલ્થ વર્કર, ગ્રામ સેવકોની જુદી જુદી 7 સેવાઓ માટે મોટી સંખ્યામાં ભરતી કરવા સુચારુ આયોજન કર્યું છે. આ અંગે વધુમાં જણાવતા વિપુલ મિત્રાએ કહ્યું કે, 7 પ્રકારની ભરતી માટે 16,400 જગ્યાઓ જે ખાલી છે તે ભરવામાં આવશે. આવતા 6થી 8 મહિનામાં ભરતીઓ કરવામાં આવશે.અધિકારીઓની મનમાની નહીં ચલાવી લેવામાં આવે, આપખુદશાહી માટે પરિણામ ભોગવવું પડશેડીડીઓને એ પણ કહ્યું કે, ચુંટાયેલા પ્રતિનિધિઓ કે જેઓ પ્રમુખ કે અધ્યક્ષ હોય તેમને વિશ્વાસમાં લઈ કામ કરે તો વધુ સારું કામ થશે. જિલ્લા પંચાયતમાં અનેક વિભાગના કામો આવતા હોય છે. અનેક ગ્રામ પંચાયતના ઘરો મંજૂરી કરી રહ્યાં છીએ. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતની સેવાઓને આગામી સમયમાં ટોચની અગ્રતા આપી રહ્યાં છીએ. તેમને વધુમાં કહ્યું કે, અધિકારીઓની મનમાની નહીં ચલાવી લેવામાં આવે, આપખુદશાહી માટે પરિણામ ભોગવવું પડશે. તેવું મેરજાએ કહ્યું હતું. આ પણ વાંચોઃ હવે જો ફેકટરીમાં બોઇલર ફાટશે તો માલિક સામે કડક કાર્યવાહી : બ્રિજેશ મેરજા

આ પણ વાંચોઃ બાળ મજૂરી થશે તો રાજ્ય સરકાર કડક પગલાં ભરશે : બ્રિજેશ મેરજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.