- સુરત તરસાડીમાં વિકાસકાર્યોમાં વેગ
- 5.50 કરોડના ખર્ચે બનશે અદ્યતન સ્પોર્ટ કોમ્પ્લેક્સ, ખાતમુહૂર્ત થયુંં
- સીસી રોડ, પેવર બ્લોકના કામ, ગટર લાઇનના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
- 16 કરોડથી વધુના વિકાસના કામો શરુ થયા
સુરતઃ તરસાડી નગરમાં ફરી એકવાર વિકાસના કામે જોર પકડ્યું છે. તરસાડી નગરના વોર્ડ નંબર 1 2 અને સાતમાં કેબીનેટ પ્રધાન ગણપતસિંહ વસાવાના હસ્તે તરસાડી નગરપાલિકા વિસ્તારમાં આવતી વિવિધ સોસાયટીઓમાં સીસી રોડ, પેવર બ્લોકના કામ, ગટર લાઇનના કામ એવા વિકાસના કાર્યો આ સાથે શરુ થયાં છે.
- વિવિધ કેટેગરીઝમાં વિવિધ કાર્યોનું આયોજન
આ કાર્યોની અંદાજિત રકમ વોર્ડ નંબર- 1 માં 1,38,07,112 રૂપિયાના ખાતમુહૂર્ત અને 1,16,04,756 રૂપિયાના લોકાર્પણનો , વોર્ડ નંબર- 2 માં 56,45,930 રૂપિયાના ખાતમુહૂર્ત અને 57,10,104 રૂપિયાના લોકાર્પણ , વોર્ડ નંબર- 7 મા 6,45,80,177 રૂપિયાના ખાતમુહૂર્ત અને 77,02,935 રૂપિયાના પ્રજાના સર્વાગી વિકાસને લક્ષમાં લઈને જે - જે ક્ષેત્રે વિવિધ નિર્માણ થયું હોય તેનું લોકાર્પણ કર્યું હતું. તેમજ વિવિધ રમતગમત અને સ્વાથ્ય માટે વોર્ડ નંબર -7 માં 5,23,00,000 રૂપિયાના ખર્ચે તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું.આમ કુલ 16 કરોડથી વધુના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યાં હતાં. આ અવસરે સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકરો તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.