- સુરતમાં 150 રેમડેસીવીર ઈન્જેક્શનો બારોબાર વેચી દેવાયા
- સુરતની નવી સિવીલના કોવીડ હોસ્પીટલનો બનાવ
- સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે: સુપરિન્ટેન્ડન્ટ રાગીણી વર્મા
સુરત: સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સોમવારે 3000 જેટલા ઇન્જેક્શનો સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યા હતા તેમજ 3000માંથી 1200 જેટલા રેમડેસીવીર ઈન્જેકશનો ખાનગી હોસ્પિટલને આપવામાં આવ્યા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જેટલા પણ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા તેમાંથી 150 જેટલા રેમડેસીવીર ઈન્જેકશન હોસ્પિટલમાં દાખલ ના હોય તેવા દર્દીઓના ખોટા નામ આપીને બારોબાર વેચી દેવામાં આવ્યા હતા.
હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાગિણી વર્માએ આપ્યા તપાસના આદેશ
આ સમગ્ર મામલે ઈટીવી ભારત દ્વારા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાગિણી વર્માને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે, કોના દ્વારા અને કયા દર્દી દ્વારા ખોટા નામ આપીને 150 રેમડેસીવીર ઈન્જેકશન વેચી દેવામાં આવ્યા તે સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે
જયારે આ ઇંજેક્શન ફક્ત અને ફક્ત જ હોસ્પિટલમાં દાખલ કોરોના જરૂરિયાત મંદ પેશન્ટોને જ આપવામાં આવ્યા હતા. જે દર્દીઓ પહેલાથી જ હોસ્પિટલમાં ઓપીડીમાં અન્ય સારવાર અર્થે હતા તે સારવાર દરમિયાન તેમને કોરોના થયો હતો. તે દર્દીઓનું સ્થળાંતર કોવિડ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું તેમને આ રેમડેસીવીર ઈન્જેકશન આપવામાં આવ્યા જ નથી. ફક્ત અને ફક્ત જે દર્દીઓને રેમડેસીવીર ઈન્જેકશનની જરૂર પડી હતી તેમને જ આ ઈન્જેક્શન આપવામાં આવ્યા છે.
બંને બિલ્ડિંગોમાં જરૂરિયાત મુજબ ઈન્જેક્શન વહેંચાયા હતા
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કોવીડની બે બિલ્ડિંગો હોવાથી બંને બિલ્ડિંગોને જરૂરિયાત ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. કોવિડ હોસ્પિટલના ક્યાં વોર્ડમાંથી કેટલા ઇન્જેક્શન કોને કોને આપવામાં આવ્યા તે સમગ્ર મામલાની તપાસ અને બાકીના જે ઇન્જેક્શન હતા તે કોના દ્વારા કયા દર્દીને આટલા બધા ઇન્જેક્શન આપી દેવામાં આવ્યા એ સમગ્ર મામલાની તપાસ હાલ ચાલી રહી છે. વ્યક્તિ હોસ્પિટલનો હોય કે પછી અન્ય વ્યક્તિ હોય, જે ખોટા નામો સાથે અને હોસ્પિટલના કર્મચારી દ્વારા પણ આટલા બધા ઇન્જેક્શન એક સાથે આપી દેવા એ ખૂબ જ મોટી બેદરકારી છે માનવામાં આવે છે પરંતુ તપાસ બાદ આ સમગ્ર મામલો બહાર આવી જશે. આ માટે પણ ડોક્ટરોની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.