- રસીકરણ ઝુંબેશ (Vaccination campaign) માં વલસાડના રેસ્ટોરન્ટ મલિકની અનોખી પહેલ
- રસી મુકાવીને સર્ટી લઈને આવનારા માટે 15 ટકા જેટલું ડિસ્કાઉન્ટ
- યુવા વર્ગને રસીકરણ માટે પ્રોત્સાહિત કરવા અનોખી પહેલ
વલસાડ: કોરોના મહામારી સામે રસીકરણ એક માત્ર વિકલ્પ રહ્યો છે. ત્યારે વલસાડની એક હોટલના સંચાલકે રસીકરણ જાગૃતિ વધારવા અને લોકો રસીકરણ માટે વધુ પ્રેરિત થાય તે માટે હોટલના સંચાલકે રસીકરણનું સર્ટી બતાવવાથી હોટલના બિલ ઉપર 15 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. જેનાથી લોકોમાં કોરોના રસી મુકાવવા જાગૃતિ આપવાનો એક પ્રયાસ હાથ ધર્યો છે.
જિલ્લામાં 1.33 લાખ લોકો રસી મુકાવી ચૂક્યા છS
આ નવતર પ્રયોગને લીધે યુથમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વલસાડ જિલ્લામાં 4 જૂનથી શરૂ થયેલા યુવા રસીકરણનો આંક 1.33 લાખથી વધુ યુવાનો કોરોના રસી મુકાવી ચુક્યા છે. જ્યારે 16 જાન્યુઆરીથી જિલ્લામાં શરૂ થયેલા રસીકરણમાં કુલ 4 લાખથી વધુ લોકો કોરોના રસી મુકાવી ચૂક્યા છે.
હોટેલ સંચાલક દ્વારા 15 બિલમાં ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે
લોકોમાં કોરોના રસીકરણ વધારવા શહેરના એક હોટલ સંચાલકે 15 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે જિલ્લા આરોગ્ય વિભાગ 16 જાન્યુઆરીથી જિલ્લામાં 100% રસિકરણની કરવા માટે તબક્કાવાર રસીકરણ ઝૂંબેશ (Vaccination campaign) હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કેન્દ્રો ઉપર લોકોને મોટી સંખ્યામાં રસિકરણ હાથ ધરવામાં આવ્યું છે.
હોટલના બિલ ઉપર 15 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી
આરોગ્ય વિભાગના રસીકરણ ઝુંબેશને વધુ વેગ આપવા માટે એક હોટલ સંચાલકે રસીકરણને વધુ વેગ આપવા માટે હોટલના બિલ ઉપર 15 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને વલસાડ જિલ્લાના યુથમાં રસીકરણ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ખેડા જિલ્લામાં કોરોના રસીકરણ ઝુંબેશને વેગવાન બનાવાઈ
આ પણ વાંચો: ખેડા જિલ્લામાં 2 લાખથી વધુ નાગરિકોને રસીકરણ
આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં ચાલી રહેલી 'રસીકરણ ઝુંબેશ'નીઆરોગ્ય સમિતિના ચેરમેને કરી મુલાકાત
આ પણ વાંચો: જામનગર: પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો