- 11 વર્ષની ભાવિકાએ સૌને મુક્યા અચરજમાં
- રામાયણ પર બનાવ્યા 108 વીડિયો
- ભાવિકાને બનવું છે સ્પિરિચ્યુઅલ લીડર
સુરત: કળયુગમાં જ્યારે બાળકો ભારતીય સંસ્કૃતિને બદલે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ વધુ કરી રહ્યા છે ત્યારે માત્ર 11 વર્ષની ઉંમરે ભાવિકા માહેશ્વરીનું ધાર્મિક વિષયમાં ઊંડુ જ્ઞાન સૌ કોઈને અચંબિત કર્યા છે. ભાવિકાએ રામાયણની કથા ખરેખર શું કહેવા માંગે છે તે અંગે 108 અમૂલ્ય મોતી નામના વીડિયો બનાવ્યા છે. આ વિડીયો હાલ લાખો લોકોને દિવાદાંડી રૂપ બની રહ્યાં છે. લોકડાઉનના સમયગાળામાં ભાવિકાએ આખું રામાયણ વાંચ્યુ હતું અને તેના વિડીયોની સીરીઝ બનાવી હતી.
ધાર્મિક વિષયમાં ઊંડુ જ્ઞાન જોઈને વડિલો પણ અચંબિત
ઘણા લોકો રામાયણ વાંચ્યું હોવા છતાં તેને સમજી શકતા નથી કારણ કે રામાયણ કે માત્ર ધાર્મિક પુસ્તક જ નથી પરંતુ નીતિ, સામાજીક શાંતિ, વ્યક્તિગત ચારિત્ર્ય અને સમૃદ્ધિની કથા છે. તેમાં બધા પાત્રોએ પોતાના આચરણથી સમગ્ર વિશ્વને વ્યવહારુ જ્ઞાન આપ્યું છે. માત્ર 11 વર્ષની ઉંમરે ભાવિકાનું ધાર્મિક વિષયમાં ઊંડુ જ્ઞાન જોઈને વડિલો પણ અચંબિત થયા છે એટલું જ નહીં પોતે બાળક હોવા છતાં તેને સોશિયલ મીડિયા પર બાળકોની જવાબદારી વિશે પણ વીડિયો બનાવ્યા છે.