ETV Bharat / city

સુરતમાં 20 વર્ષથી રહેતાં 10 હિન્દુ પાકિસ્તાની નાગરિક ભારતની નાગરિકતા માટે વલખી રહ્યાં છે - Pakistani Hindu citizen

સુરતમાં છેલ્લાં 20 વર્ષથી 10 જેટલા પાકિસ્તાની નાગરિકો રાહ જોઈ રહ્યાં છે કે તેઓને ભારતીય નાગરિકત્વ ક્યારે મળશે. દર બે વર્ષે તેઓ ભારતમાં રહી વિઝા રીન્યુઅલ કરાવે છે. CAA કાયદાને લઈ હાલમાં જ ગૃહમંત્રાલય દ્વારા અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા લોકોની ભારતીય નાગરિકતા માટે અરજીઓ માગી છે. જોકે સુરતમાં રહેતાં પાકિસ્તાનીઓ માટે દુવિધા છે.

સુરતમાં 20 વર્ષથી રહેતાં 10 હિન્દુ પાકિસ્તાની નાગરિક ભારતની નાગરિકતા માટે વલખી રહ્યાં છે

author img

By

Published : Jun 3, 2021, 3:59 PM IST

  • ભારતીય નાગરિક્ત્વની રાહમાં સુરતમાં વસતાં હિન્દુ પાકિસ્તાનીઓ
  • 20 વર્ષથી સુરતમાં વસવાટ કરી રહ્યાં છે સિંધી પરિવારો
  • સીએએ કાયદાની સૂચિમાં સુરત શહેર ન હોવાથી નિરાશા

સુરત: ભારતીય નાગરિકત્વ માટે હાલ માત્ર ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબના 13 જિલ્લામાં રહેતા શરણાર્થીઓને જ નાગરિકતા આપવામાં આવનાર છે. ત્યારે છેલ્લા 20 વર્ષથી નાગરિકતા માટે ધક્કા ખાઈ રહેલા સિંધી સમાજના આશરા પરિવારે આ 13 જિલ્લાઓમાં સુરત ન હોવાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએે અપીલ કરી છે કે આવનાર દિવસોમાં સુરતને પણ આ જિલ્લાઓમાં સામેલ કરવામાં આવે.

સિંધી સમાજના આશરા પરિવારે આ 13 જિલ્લાઓમાં સુરત ન હોવાનું દુઃખ વ્યક્ત કર્યું
આ પણ વાંચોઃ પાક. સહિત આ દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા, સરકારે માંગી અરજીસુરતના રામનગર વિસ્તારમાં રહેતા આશરા પરિવારના વર્ષ 2000માં પાકિસ્તાનના સિંધ પ્રાંતથી સુરત આવી ગયાં હતાં. જેને આજે 20 વર્ષ થઈ ગયાં છે. 20 વર્ષ થઇ ગયા બાદ પણ પરિવારના 10 સભ્યો આજે પણ પાકિસ્તાનના નાગરિક છે. 20 વર્ષથી તેઓ પ્રયાસ કરી રહ્યાં છે કે તેઓ ભારતના નાગરિક બની શકે. આ માટે તેઓએ અત્યાર સુધી અનેકવાર સરકારી કચેરીના ધક્કા ખાધા છે.જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં CAA નો કાયદો પસાર કરવામાં આવ્યો ત્યારે તેમને આશા હતી કે હવે ટૂંક સમયમાં તેઓને નાગરિકતા મળી જશે અને સરકારી કચેરીઓનો ધક્કો ખાવો પડશે નહીં. હાલ જ ગૃહ મંત્રાલય દ્વારા આ કાયદા હેઠળ પાંચ રાજ્યોના 13 જિલ્લામાં રહેતા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે આવેદન મંગાવ્યું છે. ગુજરાતમાં મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરાનો આ જિલ્લાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ગુજરાતમાં સુરતનો સમાવેશ નહીં થતાં આ પરિવારને નિરાશા થઇ છે. સાથે પરિવારે માગ કરી છે કે કેન્દ્ર સરકાર ગુજરાતમાં સુરત જિલ્લાનો પણ સમાવેશ કરે.નાગરિકતા ન મળવાના કારણે ખૂબ જ હાલાકી પરિવારના સભ્ય આનંદ આશરાએ જણાવ્યું હતું કે, અમે 20 વર્ષથી સુરતમાં રહીએ છે. તેમ છતાં આજે પણ અમે પાકિસ્તાનના નાગરિકો છીએ. ભારતની નાગરિકતા માટે અમે કેન્દ્ર સરકારને અપીલ કરી રહ્યાં છીએ. 13 જિલ્લામાં સુરતનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેથી અમને નાગરિકતા મળી શકે. અનેકવાર ઓનલાઇન અને મેન્યુઅલ દસ્તાવેજો સરકારી કાર્યાલયમાં રજૂ કર્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ જવાબ મળ્યો નથી. નાગરિકતા ન મળવાના કારણે અમને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. અમે પાકિસ્તાન જવા માંગતા નથી. આ જ કારણ છે કે છેલ્લા 20 વર્ષથી અમે ભારતમાં છીએ. પરંતુ ભારતીય નાગરિકતા ન મળતા અમને ખૂબ જ તકલીફ પડે છે.. સરકારી કચેરીઓના ધક્કો ખાવા પડતાં હોય છે. પરિવારના અન્ય સભ્ય કિશનચંદે જણાવ્યું હતું કે, દર બીજા વર્ષમાં અમને વિઝા રીન્યુઅલ કરાવવા જવું પડે છે. જે માટે પણ અનેક સમસ્યાઓ થાય છે. કેન્દ્ર સરકાર પાસે અમે આશા રાખીએ છીએ કે તેઓ આ કાયદા હેઠળ અમને નાગરિકતા આપે. ઘણા વર્ષોથી નાગરિકતા મેળવવા માટે અમે વલખા મારી રહ્યાં છીએ. સરકારી કચેરીઓના ધક્કો ખાવા પડતા હોય છે. સરકાર જો ગુજરાતના સુરત જિલ્લાનો સમાવેશ કરે તો અમારી જેમ અનેક લોકોને નાગરિકતાનો લાભ મળી શકશે. આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારના CAA કાયદા હેઠળ શરણાર્થીઓને ભારતનું નાગરિકત્વ મળશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.