ETV Bharat / city

ભારતભરમાં એક જ દિવસમાં 10 કરોડ લોકો કરશે ધર્મ પરિવર્તન, દિલ્હી સરકારના પ્રધાનનો દાવો - દિલ્હી સરકાર

સુરત ખાતે સમતા સૈનિક દળના કાર્યક્રમમાં દિલ્હીના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2025માં ભારતભરમાંથી 10 કરોડ લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે.

દિલ્હીના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમે સુરતની મુલાકાત દરમિયાન આપ્યું નિવેદન

author img

By

Published : Sep 1, 2021, 8:11 PM IST

  • દિલ્હીના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ આજે સુરતની મુલાકાતે હતા
  • રાજેન્દ્ર પાલે દાવો કર્યો છે કે વર્ષ 2025માં ભારત ભરમાંથી 10 કરોડ લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે
  • ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન થવાના એંધાણ

સુરત: દિલ્હી સરકારના પાણી પુરવઠા પ્રધાને દાવો કર્યો છે કે તેઓ વર્ષ 2025માં એક જ દિવસમાં 10 હજાર લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવાશે. દિલ્હીના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ આજે સુરતની મુલાકાતે હતા. તેઓ સુરત ખાતે સમતા સૈનિક દળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 2025માં ભારતભરમાંથી 10 કરોડ લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે.

2025માં ભારતભરમાંથી 10 કરોડ લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે!

દેશભરમાં અત્યારે ધર્મ પરિવર્તનને લઇ ઘણી જ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે દિલ્હીના પાણી પુરવઠા મંત્રી અને આપના નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે વર્ષ 2025માં દેશના 10 કરોડ લોકોને બોદ્ધ ધર્મની દીક્ષા અપાવવાનો દાવો કર્યો છે. દિલ્હીના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ સુરતની મુલાકાતે હતા. સુરત ખાતે સમતા સૈનિક દળના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે 1 ઓકટોબર વર્ષ 2025માં ભારતભરમાંથી 10 કરોડ લોકો બૌદ્ધ ધર્મની દીક્ષા લેશે.

ભારતભરમાં એક જ દિવસમાં 10 કરોડ લોકો કરશે ધર્મ પરિવર્તન,

ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન થાય તેવા એંધાણ

નાગપુર ખાતે આવેલા દશેરમાં આ દીક્ષા કાર્યક્રમ યોજાશે. તેમણે એક જ દિવસમાં ભારતભરમાંથી 10 કરોડ લોકોના ધર્મ પરિવર્તન કરવાનો દાવો કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રધાન જ્યારે ગુજરાતના સુરત શહેરથી દાવો કરે કે તેઓ કરોડોની સંખ્યામાં લોકોને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરાવશે ત્યારે કહી શકાય કે ગુજરાતભરમાંથી પણ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન થવાના એંધાણ છે.

લોકો કહે છે કે તમારી ખુરશી સલામત રહેશે નહીં: રાજેન્દ્ર પાલ ગૌતમ

આ કાર્યક્રમ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો મને કહે છે કે જે રસ્તા પર આપ ચાલી રહ્યા છો ત્યાં આપની ખુરશી સલામત રહેશે નહીં, હું જણાવી દઉં કે ખુરશી તો મને મારા બાબાએ આપી છે, કોણ છીનવશે? બે વસ્તુઓ છે, કાં તો સમાજના અધિકાર માટે લડો, સમાજ સાથે વફાદારી કરો અથવા તો ગદ્દાર બની જાઓ. ગદ્દાર બનવા માંગતો નથી. હું શરમિંદા થવા માંગતો નથી. વફાદારી સાથે બાબાસાહેબ આંબેડકરના સ્વપ્ન પૂર્ણ કરવા માટે આખું જીવન લગાવીશ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.