ETV Bharat / city

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોનો પગપેસારો, રાજ્ય સરકારે કર્યો હતો ગ્રીન ઝોનમાં સામેલ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને ગ્રીન ઝોન જાહેર કર્યા બાદ મંગળવારથી દારૂ સહિતની અન્ય કેટલીક દુકાનોને ખોલવાની પરવાનગી આપ્યા બાદ ફરી બંધ કરવાનો વારો આવ્યો છે. કારણ કે, પ્રદેશના દાદરા ગામમાં એક મહિલાને કોરોના પોઝિટવ સામે આવ્યો છે. જેથી આ અંગે સેલવાસ કલેક્ટર સંદીપકુમાર સિંઘે માહિતી આપી હતી.

ETV BHARAT
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોનો પગપેસારો, રાજ્ય સરકારે કર્યો હતો ગ્રીન ઝોનમાં સામેલ
author img

By

Published : May 5, 2020, 7:18 PM IST

સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે એક મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાની વિગતો સેલવાસ કલેક્ટરે જાહેર કરી છે. કલેક્ટર સંદીપકુમાર સિંઘે આ અંગે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ગામે શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા 3 મે ના રોજ મુંબઈથી પ્રદેશમાં આવી હતી. જે અંગે આસપાસના લોકોએ સતર્ક બની પ્રશાસનને જાણ કરી હતી. જે આધારે પોલીસ અને પ્રશાસને મહિલાને ક્વોરેન્ટાઈન કરી તેના સેમ્પલ લેબમાં મોકલ્યા હતાં. આ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પ્રશાસને હાલ તેમના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોનો પગપેસારો, રાજ્ય સરકારે કર્યો હતો ગ્રીન ઝોનમાં સામેલ

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલ પ્રશાસને અને આરોગ્ય વિભાગે આ વિસ્તારને સીલ કરી સેનેટાઇઝ સહિતની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આ વિસ્તારને ક્લસ્ટર કન્ટેનમેન્ટ અને બફર ઝોન જાહેર કરવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરી છે. જેથી લોકોએ ગભરાવાને બદલે સાવચેત રહી પ્રશાસન અને આરોગ્ય વિભાગને મદદરૂપ થવાની જરૂર છે.

મળતી માહિતી મુજબ મુંબઈથી દાદરા ગામે આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ મહિલા જે વિસ્તારમાં રહે છે, તે વિસ્તારની 4 બિલ્ડીંગને કોરોન્ટાઇન કરવામાં આવી છે. આ મહિલા મુંબઈથી દાદરા આવનારા મજૂરો સાથે ભળી જઇ પોતાના ઘરે આવી હતી. જેની જાણ પ્રશાસનને થયા બાદ પ્રશાસને તેને ક્વોરોન્ટાઈન કરી તેના સેમ્પલ લીધા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આ પહેલા નરોલીના વિજય રાઠોડ નામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુંબઈમાં સઘન સારવાર સાથે વિજયે કોરોનાને માત આપી હતી. આ દરમિયાન નરોલી અને આસપાસના વિસ્તારને 28 દિવસ માટે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.