- સેલવાસમાં ગટરમાં પડી જતાં 3 કામદારના (Scavengers Death) મોત
- પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન બની ઘટના
- Jcb વડે ગટર ખોદી મૃતદેહો બહાર કાઢવા કવાયત હાથ ધરાઈ
સેલવાસ : દાદરા નગર હવેલીના ડોકમરડીમાં અબ્દુલ કલામ કોલેજ નજીક આહીર ફળિયામાં આવેલ ગૌશાળા પાસે પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન 3 શ્રમિકોના ગટરમાં પડી જવાથી મોત (Gutter cleaning) થતાં અરેરાટી ફેલાઈ હતી. ઘટનામાં એક કામદારનો પગ સ્લીપ થતાં તે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. જેને બચાવવા બીજો કામદાર અને સુપરવાઈઝર પણ ગટરમાં ઉતરતા ત્રણેય ગૂંગળાઈને મોતને (Scavengers Death) ભેટ્યાં હતાં.આ ઘટના બાદ સેલવાસ કલેકટર, નગરપાલિકા પ્રમુખ સહિત પોલીસ અને ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી JCB વડે મૃતદેહોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ માણસો દ્વારા ગટર સફાઈ અટકાવવી જરૂરીઃ હાઇકોર્ટ
કલેકટર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
ઘટનાની જાણ સેલવાસ કલેકટર સંદીપકુમાર સિંઘને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. એ સાથે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, મામલતદાર સહિતના કાફલાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ ફાયર અને પોલીસને સૂચના આપી ગટરની આસપાસની જમીન JCB વડે ખોદાવી ત્રણેય કામદારોના મૃતદેહોને (Scavengers Death) બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી.
મૃતક કામદારોના પરિવારમાં હૈયાફાટ રુદન
એકસાથે ત્રણ કામદારોના મૃત્યુથી (Scavengers Death) તેમના પરિવારમાં આક્રંદ ફાટી નીકળ્યું હતું. ગરીબ કામદારોની પત્નીએ નાના બાળકો સાથે હૈયાફાટ આક્રંદ કરતા વાતાવરણમાં ગમગીની પ્રસરી હતી. વહીવટીતંત્રએ સમગ્ર મામલે ઘટના કઈ રીતે બની હતી, કામદારો માટે કોઈ સલામતી સુરક્ષાના સાધનો રાખવામાં આવ્યાં હતાં કે કેમ તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. જો કે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગટર સફાઈ મામલે કોન્ટ્રકટર દ્વારા પહેલેથી બેદરકારી દાખવવામાં આવતી હતી.
આ પણ વાંચોઃ સેલવાસના દાદરામાં વેક્સિન લીધા બાદ યુવતીના શરીરમાં ચુંબકીય પ્રક્રિયા જોવા મળી